ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૂઠિયાં બનાવવા માટે ની બધી સામગ્રી ભેગી કરી, તેમાં બારીક સમારેલી મેથી અને મોણ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 2
તેના નાના નાના મૂઠિયાં વાળી ગરમ તેલ માં તળી લો.
- 3
મિક્સર જારમાં કોથમીર, કોપરું, લીલું લસણ,લીલા મરચાં, આદુ, તલ, શીંગદાણા, ખાંડ લઈ વાટી લો. તેને બોલ માં કાઢી તેમાં મીઠું, ઊંધિયા નો મસાલો અને બેસન મિક્સ કરી લો.
- 4
બટાકા, ટામેટાં, રવૈયા અને શક્કરિયા ને સારી રીતે ધોઈ છાલ કાઢી ઉપર થી ઉભા આડા કાપા પાડીને તેમાં બનાવેલો વાટેલો મસાલો ભરી લો. બચેલા મસાલા નો શાક માં મિશ્ર કરીને ઉપયોગ કરીશું.
- 5
જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે નીચે પાપડી અને લીલવા પાથરી ઉપર સમારેલી મેથી, અને ભરેલા શાક પાથરી દો. ગાજર નાં ટુકડા પણ ઉમેરી દો.
- 6
થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 7
શાક 1/2 ચઢી જાય એટલે મૂઠિયાં ઉમેરી દો.
- 8
બધું શાક ચઢી જાય એટલે ગેસ બંધ કરી લો.
- 9
તો તૈયાર છે ઊંધિયું.
Similar Recipes
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાત તેના ખાનપાન માટે ખૂબ જ લોકપ્રિય છે.. ખાવાની વાત આવે કે ફરવાની ત્યારે ગુજરાત અને ગુજરાતી જરૂર થી યાદ આવે.ગુજરાતી વ્યંજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે...શિયાળામાં ગુજરાતી ફંકશન હોય અને ઊંધિયું ન હોય એ બને જ નય... ઊંધિયું એક મિક્સ વેજીટેબલ સબ્જી છે... ઊંધિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય ની રીતે જોઈએ તો ખૂબજ પૌષ્ટિક છે... ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે... જે મ કે કાઠિયાવાડી ઊંધિયું,સુરતી ઊંધિયું, ડ્રાય ઊંધિયું, માટલા ઊંધિયું,ગ્રેવી વગેરે ...ઊંધિયું એ શિયાળામાં જ બનાવામાં આવે છે કેમ કે દરેક પ્રકારની શાકભાજી શિયાળામાં જ મળતી હોય છે..તો તેને સીઝનલ સબ્જી પણ કહી શકાય.ઉંબાડિયું એટલે માટલા ઊંધિયું જે દક્ષિણ ગુજરાત માં ખુબ જ લોકપ્રિય છે.જે ગ્રીન ચટણીઓ અને શાકભાજી ને માટલા માં ભરીને ઉપર થી ફાયર કરીને બનાવવામાં આવે છે.તેમાં માટલા ના બેઝમાં કલાર અને કમ્બોઈ નામ ની વનસ્પતિ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉંબાડિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે...ઊંધિયું નાના મોટા સૌને ભાવે તેવી સબ્જી છે તો ચાલો તેને બનાવવાની રીત જોઈ લઈશું... Nirali Prajapati -
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે Bhavini Naik -
-
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)(Jain)
#Trend#COOKPADGUJRATI#CookpadIndia શિયાળાની ઋતુમાં બધા જ શાક ખુબ જ સરસ તાજા મળતા હોય છે અને સ્વાદ માં પણ ખૂબ જ મીઠા લાગતા હોય છે. આ બધા શાક નો ઉપયોગ આ ઋતુમાં સારા પ્રમાણમાં કરવો જોઈએ.ઊંધિયું બનાવવામાં પણ સારા પ્રમાણમાં જુદા જુદા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
-
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
# ઊધિયું અમારે ઉતરાયણ માં અવશ્ય બને ને શિયાળા મા તો દર અઠવાડિયે બને જ બધા ને બહુ ભાવે સાથે અમે આજે દૂધપાક પણ banaviyo છે ને ચોળાફળી પણ. Wow જામો જામો છે બાકી હો 😊🙋#KS Pina Mandaliya -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ