પાપડી-વલોર રીંગણ નું શાક(papdi Valor nu shaak recipe in Gujarati

Bina Mithani
Bina Mithani @MrsBina

#WK4
પાપડી નું શાક જે ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે.તેનાં માટે કુણી કુણી પાપડી લેવી.સાઈડ નાં રેસા બંને બાજુ થી કાઢી સમારવી.તેનાં બી પણ સાથે લેવાં.કુકર માં ખૂબ જ જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપાપડી
  2. 150 ગ્રામવાલોર
  3. 2-3નાનાં રીંગણ (સમારેલા)
  4. 1/4 કપવટાણા
  5. 1-2 નંગબટેટા(સમારેલા)
  6. 1 નંગટમેટું(સમારેલું)
  7. મીઠું પ્રમાણસર
  8. 3 ચમચીતેલ
  9. 2 ચમચીલીલું લસણ
  10. 1/4 ચમચીઅજમો
  11. 1/4હળદર
  12. 1 ચમચીલાલ મરચું પાવડર
  13. 1 ચમચીધાણાજીરુ પાવડર
  14. 1/2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  15. 1/2 ચમચીગોળ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં જ શાક ધોઈ સમારો.પાપડી અને વાલોર નાં બંને બાજુ નાં સાઈડ નાં રેસા કાઢી હાથે થી દબાવી ચપટી કરી અલગ કરવી. થોડી વાર પાણી માં પલાળો.

  2. 2

    કુકર માં તેલ મૂકી અજમો,આદું મરચાં સોતળો. તેમાં ટમેટાં સોતળી બાકી નાં શાક મિક્સ કરો.હળદર,મીઠું, ધાણાજીરુ,લાલ મરચું અને ગોળ મિક્સ કરી 1 કપ પાણી ઉમેરી 2-3 વ્હીસલ થવાં દો.

  3. 3

    બાદ કૂકર ઠંડું થાય પછી જોઈ લો પાપડી નાં દાણા ચડી જવાં જોઈએ.

  4. 4

    ઉપર કોથમીર,લીલુ લસણ છાંટી પુરી,રોટલી,રોટલા સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes