ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Manisha Baxi
Manisha Baxi @mamisha
શેર કરો

ઘટકો

  1. 1 કિલોગાજર
  2. 1મોટી વાટકી ખાંડ
  3. 2 થી 3 માવા ના પેંડા
  4. ૧ કપદૂધ
  5. કાજુ બદામ પીસ્તા ની કતરણ
  6. 1 ચમચીએલચીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજરને સારી રીતે ધોઈ છોલી મોટા કટકા કરી લો... ત્યાર બાદ એક કૂકરમાં આ કટકા લઈ તેમાં દૂધ તથા થોડું પાણી ઉમેરી બે થી ત્રણ સીટી વગાડી લો

  2. 2

    કૂકર ઠંડું પડે એટલે બાફેલા ગાજર ના કટકા પાવભાજી ના સમેસર વડે એકદમ સ્મેશ કરી લ્યો હવે એક કડાઈમાં આ મિશ્રણ ને લઇ દૂધ બળે ત્યાં સુધી સતત હલાવતા રહો્.

  3. 3

    દૂધ બળવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરો બરોબર હલાવી ખાંડનું પાણી બળે એટલે તેમાં પેંડા ની ખમણી ઉમેરી દો બધુ બરોબર મિક્સ કરી દૂધ પાણી સાવ બળી જાય એટલે ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ભભરાવી હલવો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Baxi
Manisha Baxi @mamisha
પર

Similar Recipes