કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપમેથી
  2. 1 કપપાલક
  3. 1 કપકોથમીર
  4. 1કેપ્સિકમ
  5. 1 ટેબલસ્પૂનસમારેલું લીલું લસણ
  6. 1 ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  7. 1 કપચણાનો લોટ
  8. 1 ટીસ્પૂનહળદર
  9. 1 ટીસ્પૂનમરચું
  10. 1 ટીસ્પૂનગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 8-10આખા મરી
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણે ભાજીને ઝીણી સમારી લો. કેપ્સિકમ ને પણ ઝીણું સમારી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ, ખૂબ ધોઈને નીતારેલી બધી ભાજી, કેપ્સિકમ, લીલું લસણ અને ઉપર મુજબ ના બધા મસાલા ઉમેરી દો.બધું મિક્સ કરી ને જરૂર પડે તો 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી ને લચકા પડતું ખીરું તૈયાર કરો.

  3. 3

    ખીરું તૈયાર થાય એટલે તેમાં 1-2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી ખૂબ હલાવી લો. ગરમ તેલમાં છૂટા છૂટા ભજીયા પાડી દો. સહેજ બ્રાઉન થાય એટલે ઉતારી ને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes