કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1નાનો બાઉલ સમારેલી મેથી
  2. 1નાનો બાઉલ કોથમીર
  3. 1બાઉલ ચણા નો લોટ
  4. 2 ટી સ્પૂન રવો
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 1/4 ટી સ્પૂન હળદર
  7. 1/4 ટી સ્પૂનલાલ મરચું (તમારાં સ્વાદ અનુસાર ફેરફાર કરી શકો)
  8. 1 ટી સ્પૂનગરમ મસાલો
  9. 1/4 ટી સ્પૂન ખાંડ
  10. 1/8 ટી સ્પૂનખાવાનો સોડા
  11. જરૂર મુજબ - પાણી
  12. તળવા માટે તેલ
  13. 2 ટી સ્પૂન દહીં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બંને ભાજી ને બારીક સમારી ધોઈ લેવી. 2 - 3 વાર ધોઈ લેવી.

  2. 2

    મિકસિંગ બાઉલ માં ચણા નો લોટ અને રવો લઈ તેમાં સોડા સિવાય ના બધા મસાલા ઉમેરી ભાજી ઉમેરી ખીરું તૈયાર કરી લેવું.

  3. 3

    જ્યારે ભજીયા ઉતારવાના હોય ત્યારે જ સોડા ઉમેરી તેની ઉપર 2 ટી સ્પૂન ગરમ તેલ ઉમેરી હલાવી ને મિક્સ કરી લેવું.

  4. 4

    ગરમ તેલ માં ભજીયા મૂકી તેને તળી લેવા. ગરમા ગરમ ભજીયા કોથમીર ની ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes