પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#WK3
પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવીને પી શકો છો.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી બનાવવી એકદમ સરળ છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. તો ચાલો જાણીએ તેની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
ર વ્યકિત
  1. જૂડી પાલક
  2. ૧ નંગડુંગળી સમારેલી
  3. ૫/૬ કળી લસણ
  4. ૧ ટુકડોઆદુ
  5. ર નંગ લીલા મરચાં
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. ૧ ચમચીબટર
  8. ૧ નાની ચમચીકિચન કિંગ મસાલો
  9. ચમચા મલાઈ
  10. ૧ ચમચીકોર્ન ફ્લોર
  11. ૧ ચપટીખાંડ
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને ઝીણી સમારી ધોઈને નિતારી લો.હવે એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં પાલક ડુંગળી આદુ મરચાં લસણને blanch કરી લો.ત્યારબાદ ગરમ પાણીને નિતારી લો.આ પાણીની જરૂર લાગે તો સુપ માં વાપરવું.

  2. 2

    હવે બ્લાન્ચ કરેલી ભાજી ને મિક્સર જારમાં ક્રશ કરી લો અને એક ચારણીથી ની મદદથી ગાળી લો.ત્યારબાદ એ જ જારમાં 1 ચમચી કોર્ન ફ્લોર અને થોડું ગરમ પાણી ઉમેરી પલ્સ પર ફેરવી ગાળેલા સૂપ સાથે ભેળવી દેવું.

  3. 3

    હવે એક કડાઈમાં બટર ગરમ કરી તેમાં મરી પાવડરને સહેજ સાંતળી તૈયાર કરેલ પાલકનો સૂપ ઉમેરો અને ધીમા તાપે બરાબર મિક્સ કરી ઉકાળો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું મલાઈ અને કિચન કિંગ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો

  4. 4
  5. 5

    તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગરમા ગરમ પાલક નો સૂપ જેને આપ ગાર્લિક બ્રેડ કે રાઈસ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes