વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણા નો લોટ
  2. ૧ ટેબલ સ્પૂનતેલ
  3. ૧ નાની ચમચીઅજમો
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૪ ચમચીગાંઠિયા નો સોડા (સ્પેશિયલ ગાંઠિયા નો સોડા આવે)
  6. ૨-૩ ટેબલ સ્પૂન પાણી
  7. ચપટીહિંગ
  8. ૧/૪ ચમચીમરી નો ભૂક્કો
  9. ગાંઠીયા પર છાટવા હિંગ ને મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધી સામગ્રી લઇ ને લોટ ને પેલા બરાબર ચાળી લેવો પછી માપ પ્રમાણે બધું બરાબર લેવું ને લોટ બાંધી લેવો

  2. 2

    લોટ બાંધી થોડી વાર રેસ્ટ આપવો પછી થોડો થોડો લોટ લઈ જરાક પાણી વડે લોટ મસળવો પછી એક પાટલા પર લઈ તેની ગોળ વરી સહેજ દબાવીને ઉલટું વારતા જવું

  3. 3

    પછી એક વાડકા માં તેલ ગરમ થાય એટલે તેમાં આ વનેલા ગાંઠિયા નાખી તળી લેવા

  4. 4

    ગાંઠિયા ફાટે એટલે સમજવું લોટ બરાબર મસળયો છે અને પરફેક્ટ લોટ બધાયો છે

  5. 5

    હવે તૈયાર છે ગરમા ગરમ વણેલા ગાંઠિયા તેને પપૈયા ના સંભારો ને લીલા મરચા ને ચટણી સાથે સર્વ કરવા

    #નોંધ : આપેલા માપ પ્રમાણે બધું લેવું તો એકદમ બહાર જેવા બનશે વધારે બનાવવા હોય તો માપ જે છે તેનું ડબલ લેવું
    (ગાંઠિયા નો સોડા કરિયાણા ની દુકાન પર મળી આવે છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes