લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 150 ગ્રામલીલાં ચણા
  2. 6-7કળી લસણ
  3. 1ડુંગળી
  4. 1ટમેટું
  5. 2લીલા મરચા
  6. 1કટકો આદુ
  7. 1 ચમચીચણાનો લોટ
  8. 1/2 કપછાસ
  9. 1 tspમરચું
  10. 1/4 tspહળદર
  11. 1 tspધાણાજીરું
  12. 1/4 ચમચી કસૂરી મેથી
  13. 2 tspતેલ
  14. રાઈ
  15. જીરું
  16. હિંગ
  17. 1તમાલપત્ર
  18. 1આખું લાલ મરચું
  19. મીઠું સ્વાદ મુજબ
  20. 1 ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં પાણી ઉકાળી તેમાં લીલા ચણા બાફવા.બાફતી વખતે તેમાં મીઠું અને થોડી ખાંડ ઉમેરવી જેથી ચણા નો કલર જળવાઈ રહે.

  2. 2

    10 મિનિટ માં ચણા બફાઈ જાઈ એટલે એને ઠંડા થવા રાખી દો.

  3. 3

    ખંડણી માં લસણ, જીરૂ અને મરચાની ભૂકી ઉમેરી લસણ ની ચટણી બનાવી સાઈડ માં રાખો.

  4. 4

    મિક્સર માં ટમેટું, ડુંગળી, આદુ મરચાની ને પીસી લો અને સાઈડ માં રાખો.

  5. 5

    એક કડાઈ માં તેલ ગરમ કરો અને પછી રાઈ જીરું હિંગ તથા તમાલપત્ર અને લાલ મરચાનો વઘાર કરો.

  6. 6

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરી 1 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં તૈયાર કરે લસણની પેસ્ટ ઉમેરી 2 મી મિનિટ સાંતળો.

  7. 7

    ત્યારબાદ તેમાં ટામેટાં અને ડુંગળીની પ્યુરી અને મીઠું, હળદર, અને ધાણાજીરું ઉમેરી 3-4 મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દો.

  8. 8

    ત્યારબાદ તેમાં ચણા ઉમેરો અને એકરસ પછી છેલ્લે તેમાં કસૂરી મેથી અને ગોળ ઉમેરો અને 2 મિનિટ માટે ચડવા દો. તૈયાર છે લીલા ચણાનું શાક.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes