ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરી
ઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે.

ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)

#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરી
ઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
સર્વિંગ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 કપમેંદો
  3. 1/2 કપસોજી
  4. 1 ચમચીમીઠું
  5. 1 ટીસ્પૂનજીરુ
  6. 1 ચમચીતલ
  7. 1 ટેબલ સ્પૂનકસૂરી મેથી
  8. 1 ટીસ્પૂનમરી પાઉડર
  9. 1 ચપટીહળદર
  10. 1/2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  11. 1/2 કપગરમ તેલ (મુઠ્ઠી પડતું મોણ)
  12. જરૂર મુજબ પાણી
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં બધા લોટ ચાળી લેવા.

  2. 2

    એક તપેલીમાં એક કપ જેટલું ગરમ પાણી મૂકી પાણી ગરમ થાય એટલે તેમાં તલ અને જીરું નાખી પાંચ મિનિટ ઢાંકીને રાખી દેવું.
    નોંધ: જીરુ અને તલ આ રીતે નાખવાથી તળતી વખતે નીકળતા નથી. ચોંટેલા જ રહે છે.

  3. 3

    ચાળેલા લોટમાં બધા જ મસાલા કસૂરી મેથી ને હાથેથી મસળી ને નાખવી. મૂઠી પડતું મોણ નાખી મિક્સ કરી લેવું અને જરૂર મુજબ ગરમ પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી દસ મિનિટનો રેસ્ટ આપવો.

  4. 4

    લોટને થોડો હાથેથી કેળવી લેવો હવે તેમાંથી લુવા કરી લેવા રોટી મેકર માં ચાર ચાર લોયા સાથે મૂકી અને પ્રેસ કરતા જઈ બધી જ પૂરી તૈયાર કરી લેવી.
    નોંધ: રોટી મેકર મા ફરસી પૂરી ફટાફટ બની જાય છે અને 1/2 કુક પણ થઈ જાય છે જેથી કરીને તળવા મા તેલ પણ ઓછુ જાય છે.

  5. 5

    પાંચ પાંચ છ છ પુરીની થપી કરી ફોક ની મદદથી બન્ને બાજુ ફેરવી ને કાણા કરી લેવા એ રીતે બધી પૂરી તૈયાર કરી લેવી.

  6. 6

    બીજી બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેવું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી ધીમા તાપે ફરસી પુરીને બંને બાજુ ક્રિસ્પી થાય તે રીતે તળી અને કાણાવાળા ભાતીયા મા કાઢી લેવી.

  7. 7

    તો તૈયાર છે
    ક્રિસ્પી ફરસી પૂરી સર્વિંગ પ્લેટમા ગોઠવી ને સર્વ કરવી.

  8. 8

    ગરમ ગરમ મસાલા ચા સાથે ક્રિસ્પી ફરસી પૂરી સર્વ કરવી.
    Tea time snacks
    Good evening 🌃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes