છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#SF

શેર કરો

ઘટકો

  1. 1નાનો બાઉલ - કાબુલી ચણા
  2. 3મીડિયમ - જીણા સમારેલા ટામેટા
  3. 3નાના - જીણા સમારેલા કાંદા
  4. 5-7કળી - લસણ
  5. 1નાનો ટુકડો - આદુ
  6. સ્વાદ અનુસાર- મીઠું
  7. 1 ટી સ્પૂન- હળદર
  8. 1 ટી સ્પૂન- લાલ મરચું પાઉડર
  9. 2 ટી સ્પૂન- ધાણા જીરું
  10. 2 ટી સ્પૂન- છોલે મસાલો
  11. 1 ટી સ્પૂન- આમચૂર પાઉડર
  12. 1/4 ટી સ્પૂન- ચાટ મસાલો
  13. 1 ટી સ્પૂન- લીંબુ નો રસ
  14. 1/2 કપ- ચા નું પાણી
  15. 1 ટી સ્પૂન- મલાઈ
  16. કોથમીર
  17. સર્વ કરવા માટે:
  18. કાંદા
  19. પાપડ
  20. કુલ્ચા
  21. 3 ટી સ્પૂન- તેલ/ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણાને 6 - 7 કલાક પલાળી રાખવા. ત્યારબાદ તેને કુકરમાં બાફી લેવા.

  2. 2

    ટામેટા, કાંદા અને આદુ લસણને મિક્સર માં ક્રશ કરી ગ્રેવી બનાવી લેવી. કડાઈ માં તેલ/ ઘી મૂકી ગ્રેવી વઘારી લેવી. ટામેટા ચઢી જાય અને તેલ / ઘી છૂટવા લાગે ત્યારે બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં બાફેલા ચણા અને ચા નું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. થાળી ઢાંકી ને 5 મિનિટ માટે રહેવા દેવું. 5 મિનિટ પછી તેમાં મલાઈ અને કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    સર્વ કરતી વખતે કૂલચા ને શેકી પાપડ અને કાંદા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes