ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Deepti Pandya
Deepti Pandya @Deepti123

ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે.

ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ટીંડોળા
  2. 1 ચમચો તેલ
  3. ૧/૪ ચમચીરાઈ
  4. ૧/૪ ચમચીજીરુ
  5. ૧/૪ ચમચીહિંગ
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચપટીખાંડ
  11. 1/2 લીંબુનો રસ
  12. ગાર્નીશિંગ માટે ડુંગળીની રીંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટીંડોળા ને સરસ રીતે ધોઈ સાફ કરી ઉભા ચાર કટકા કરી સમારો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હિન્ગને કકડવા દ્યો. ત્યારબાદ તેમાં સમારેલા ટીંડોળા નાખો અને હલાવો. સ્વાદમુજબ મીઠું ઉમેરી થોડીવાર ચડવા દો.

  3. 3

    ટીટોડા નો થોડો કલર ચેન્જ થાય એટલે તેમાં હળદર મરચું અને ધાણાજીરું પાઉડર ઉમેરો.ચપટી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી થોડીવાર ધીમા ગેસ પર રહેવા દ્યો. થઈ ગયું તૈયાર ચટાકેદાર શાક. સર્વિંગ બાઉલમાં લઈ ડુંગળી ની રીંગથી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepti Pandya
Deepti Pandya @Deepti123
પર

ટિપ્પણીઓ

Food Lover
Food Lover @foodlover11
બહુ જ સ્વાદિષ્ટ લાગી રહ્યું છે

Similar Recipes