ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨-૩ વ્યકિત
  1. ૧ વાટકીખાટું દહીં
  2. ૨.૫ વાટકી પાણી
  3. ૨ ચમચીબેસન
  4. ૨ ચમચીવાટેલા આદુ મરચા
  5. ૨ ચમચીગોળ
  6. ૧/૨ ચમચીખાંડ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. સમારેલી કોથમીર જરૂર મુજબ
  9. વઘાર માટે➡️
  10. ૧ ચમચીઘી
  11. ૧ નંગતમાલપત્ર
  12. ૧ ટુકડોતજ
  13. ૩ નંગલવિંગ
  14. ૩ નંગમરી
  15. ૧ નંગએલચો
  16. મીઠા લીમડાના પાન જરૂર મુજબ
  17. ૧ ચમચીજીરૂ
  18. ૧/૨ ચમચીમેથીના દાણા
  19. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં લઈ તેમાં બેસન અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં પાણી તથા મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે એક તપેલીમાં ઘી લઈ બધા તેજાના તથા જીરું, લીમડો, મેથી અને હિંગનો વઘાર કરી તેમાં દહીંવાળું મિશ્રણ ઉમેરી વઘાર કરો.

  3. 3

    હવે તેમાં ગોળ ઉમેરી ૧૦-૧૨ મિનિટ માટે ઘીમાં તાપે ઉકાળો. હવે તેમાં ખાંડ તથા સમારેલ કોથમીર ઉમેરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes