ભુંગળા બટેકા (Bhungra Bataka Recipe In Gujarati)

Deepti Pandya
Deepti Pandya @Deepti123

કહેવાય છે કે સવારનો નાસ્તો જો મનગમતો હોય તો આખો દિવસ સારો જાય છે. આજે હું એવો નાસ્તો બનાવીશ કે જે નાના-મોટા સૌનો પ્રિય છે. શાળામાં ભણતા બાળકોથી માંડી નોકરી _ વેપાર કરતા લોકો સૌને ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૪ નંગબાફેલા બટાકા
  2. તળેલા ભૂંગળા જરૂર મુજબ
  3. ચમચો તેલ
  4. ૧/૪ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીજીરૂ
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ મોટી ચમચીધાણાજીરૂ પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરુ નાખો. રાઈ જીરું તતડી જાય એટલે હળદર ઉમેરી બાફેલા બટાટાના કટકા ઉમેરો. તેના પર સ્વાદ મુજબ મીઠું, મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરો. હળવે હાથે બરાબર મિક્સ કરો. તેના પર કોથમીર છાંટો. તૈયાર થઈ ગયા મસાલાવાળા બટેકા. તેને તળેલા ભૂંગળા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepti Pandya
Deepti Pandya @Deepti123
પર

ટિપ્પણીઓ

26 vrajesh Pandya
26 vrajesh Pandya @cook_36004397
બહુજ સરસ દેખાઈ રહી છે વાનગી😋

Similar Recipes