ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#SF

ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નગબટાકા
  2. ટામેટું
  3. ૫ -૬ લસણ ની કળી
  4. ૨ ચમચીલાલ મરચું
  5. ૧ ચમચો તેલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧ ચમચીજીરું
  8. ૧/૨ ચમચી હિંગ પાઉડર
  9. તળેલા ભૂંગળા
  10. પાણી જરૂર મુજબ
  11. ૧/૨ ચમચી લીંબુ નો રસ
  12. કોથમીર અને લીંબુ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સર જાર માં ટામેટું, લસણ અને લાલ મરચું પાઉડર લઈ ને તેની ચટણી રેડી કરવી.બાફેલા બટાકા છોલી ને તેના કટકા કરવા.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી જીરું તતડે એટલે બનાવેલ લસણ ની ચટણી નાખી સાંતળવું.ચટણી સંતળાય પછી તેમાં સમારેલા બટાકા મીઠું અને પાણી નાખી ૫ મિનિટ થવા દેવું.

  3. 3

    બટાકા માં મસાલો મિક્સ થઈ જાય પછી બાઉલ માં કાઢી લેવું.ભૂંગળા ને ગરમ તેલ માં તળી લેવા.

  4. 4

    તૈયાર છે ભૂંગળા બટાકા.સર્વિંગ બાઉલ માં લઈ લીંબુ નો રસ નાખી કોથમીર અને લીંબુ થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes