સ્પીનચ નાચોસ

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.
#RB4

સ્પીનચ નાચોસ

આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.
#RB4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
  1. 1 વાડકીસફેદ મકાઈનો લોટ
  2. 4 ચમચીમેંદો
  3. સ્વાદમુજબ મીઠું
  4. એકદમ સહેજ બેકીંગ સોડા
  5. 1 ચમચીઈટાલિયન મિક્સ હબઁ
  6. 1/4 ચમચી મરી પાઉડર (સફેદ મરી પાઉડર હોય તો વધુ સારું)
  7. 3ચમચા પાલકની પ્યુરી
  8. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ(એકદમ ઝીણી)
  9. નાચોસ તળવા માટે તેલ
  10. પોણી વાટકી પાણી
  11. 🌹 નાચોસ પર છાંટવા માટેનો મસાલો બનાવવા માટે 🌹
  12. 1/2 ચમચી ગાર્લીક પાઉડર
  13. 1/2 ચમચી ઓનિયન પાઉડર
  14. 3 ચમચીચીઝ પાઉડર
  15. 1/2 ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    એક વાસણમાં પાણી ગરમ કરો.એકદમ ગરમ થાય એટલે એમાં સ્વાદમુજબ મીઠું,બેકીંગ સોડા, ઈટાલિયન મિક્સ હબઁ, મરી પાઉડર,મરચાની પેસ્ટ તથા પાલકની પ્યુરી નાંખી તરતજ મકાઈનો લોટ નાંખી હલાવીને ઢાંકી દો.10 મિનિટ પછી એ લોટમાં મેંદો ઉમેરીને લોટને બરાબર મસળો.

  2. 2

    પછી એના એક સરખા લુઆ કરી એને પાતળા રોટલી જેવા ગોળાકાર વણો.પછી એને ત્રિકોણાકાર કાપો.હવે એના ઉપર કાંટાથી કાણાં પાડો.પછી થોડી વાર સૂકાવા દો પછી એને મિડીયમ તાપે સોનેરી રંગના કડક થાય ત્યાં સુધી તળો.

  3. 3

    હવે નાચોસ પર છાંટવા માટે નો
    મસાલો બનાવવા એક વાસણમાં ઉપર જણાવેલ મસાલા મિક્સ કરી તળેલા નાચોસ પર ભભરાવીને એને બરાબર હલાવી લો.

  4. 4

    આ નાચોસને મેક્સિકન સલાડ અથવા કોઈ પણ ડીપ સાથે પીરસો.મેં અહીં હમ્મસ સાથે (ડીપ) પીરસેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes