ઇદડા

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#MDC
#RB5
#cookpad_guj
#cookpadindia
ઇદડા એ એક પ્રચલિત ગુજરાતી વ્યંજન છે જે સફેદ ઢોકળા ના નામ થી પણ ઓળખાય છે. ઉનાળા માં જ્યારે કેરી ની મોસમ હોય ત્યારે કેરી ના રસ સાથે ઇદડા નું સંયોજન ગુજરાતીઓ માં પ્રિય છે. મારા મમ્મી ને પણ ઇદડા બહુ જ પ્રિય છે. હું મારી આ રેસિપી, મધર્સ ડે ના અવસર પર મારા મમ્મી ને સમર્પિત કરું છું.

ઇદડા

#MDC
#RB5
#cookpad_guj
#cookpadindia
ઇદડા એ એક પ્રચલિત ગુજરાતી વ્યંજન છે જે સફેદ ઢોકળા ના નામ થી પણ ઓળખાય છે. ઉનાળા માં જ્યારે કેરી ની મોસમ હોય ત્યારે કેરી ના રસ સાથે ઇદડા નું સંયોજન ગુજરાતીઓ માં પ્રિય છે. મારા મમ્મી ને પણ ઇદડા બહુ જ પ્રિય છે. હું મારી આ રેસિપી, મધર્સ ડે ના અવસર પર મારા મમ્મી ને સમર્પિત કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 3 કપચોખા
  2. 1 કપઅડદ ની દાળ
  3. 1 ચમચીમેથી દાણા
  4. 1 ચમચો વાટેલા લીલા મરચાં
  5. 1 ચમચો તેલ
  6. 1 ચમચીબેકિંગ સોડા
  7. વઘાર માટે:
  8. 2 ચમચા તેલ
  9. 1 ચમચીરાઈ
  10. 1 ચમચીતલ
  11. સજાવટ માટે:
  12. ઝીણી સુધારેલી કોથમીર
  13. પીરસવા માટે: કેરી નો રસ, ચટણી, તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    દાળ ચોખા ને ધોઈ ને અલગ અલગ 8 કલાક માટે પલાળી દો. મેથી દાણા ને દાળ સાથે પલાળી દેવા.

  2. 2

    પલળી જાય એટલે બંને ને અલગ અલગ પીસી લો અને પછી ભેળવી લો. અને આથો લાવવા ઢાંકી ને, હૂંફાળી જગ્યા પર 7-8 કલાક રાખી દો.

  3. 3

    આથો આવ્યા બાદ, લીલા મરચાં, મીઠું નાખી ભેળવી લો. જરૂર પૂરતું પાણી ઉમેરવું.

  4. 4

    સ્ટીમર માં પાણી ઉમેરી ગરમ મુકો. થાળી ને તેલ ચોપડી તૈયાર રાખો. ખીરા માં તેલ નાખી સરખું ભેળવી લો. છેલ્લે બેકિંગ સોડા નાખી એકદમ સરખું ફીણી લો અને તેલ ચોપડેલી થાળી માં ખીરું ઉમેરી, સ્ટીમર માં મુકો.

  5. 5

    થાળી માં ખીરું નાખ્યા બાદ મરી પાઉડર ભભરાવો. ઢાંકી ને 15 મિનિટ જેટલું વરાળ માં ચડવા દો.

  6. 6

    ઇદડા થઈ ગયા બાદ, વઘાર નું તેલ ગરમ મૂકી, આપેલ ઘટકો થી વઘાર તૈયાર કરી, ઢોકળા માં ઉમેરો.

  7. 7

    ગરમ ગરમ ઇદડા રસ, ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes