ગુંદા કેરીનું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ ગુંદા
  2. ૫૦૦ ગ્રામ રાજાપૂરી કેરી
  3. ૨૦૦ ગ્રામ અથાણાનો મસાલો
  4. વાટકો તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગુંદાને ધોઈ ઉપરથી ટોપકા કાઢી અને દસ્તા ની મદદથી ભાંગીને ઠળિયા કાઢી લેવા. ઠળિયા કાઢીને ચપ્પુમા થોડું મીઠું લઇ ગુંદા ની અંદર ફેરવી ને સાફ કરી લેવું જેથી ગુંદામાં ચીકાશ ન રહે.

  2. 2

    પછી કેરી ને પણ ધોઈને છાલ કાઢી લેવી અને આ રીતે નાના કટકા કરી લેવા. થોડી કેરીનું આ રીતના ખમણ કરી લેવું.

  3. 3

    તેલને ગરમ કરીને ઠંડું કરી લેવું. પછી અથાણાના મસાલામાં ખમણેલી કેરી નાખી ને હાથ વડે બધું મિક્સ કરી લેવું.

  4. 4

    ત્યારબાદ ગુંદા ની અંદર આ મસાલો હાથથી ભરી લેવો. પછી બાકીનો મસાલો રહે તેની અંદર કટકા કરેલી કેરી ઉમેરીને મિક્સ કરી લેવી.

  5. 5

    પછી તે ગુંદા કેરી માં ઠંડુ કરેલું તેલ ઉમેરીને બધું સરસ થી મિક્સ કરી લેવું. પછી બે દિવસ તેને તપેલામાં જ રહેવા દેવું ચમચા ની મદદથી પાછું અથાણાને હલાવી લેવું. ત્યારબાદ અથાણાને કાચની બોટલમાં ભરી લેવું અને તે પછી ખાવા લાયક થઈ જશે.

  6. 6

    હવે તૈયાર છે ગુંદા કેરીનું અથાણું. ભાખરી થેપલાં, પરોઠા બધા સાથે આ આથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes