શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

#LB
બાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે.

શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)

#LB
બાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપૌઆ
  2. 3 નંગબટાકા
  3. 2 નંગટામેટા
  4. 1 ટુકડોઆદુ
  5. 2 નંગમરચા
  6. કોથમીર જરૂર મુજબ
  7. 1 નંગલીંબુ
  8. 50 ગ્રામશીંગ દાણા
  9. દાડમ ના દાણા જરુર મુજબ
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનધાણા જીરું
  12. 1 ટી સ્પૂનલાલ મરચું
  13. મીઠું જરૂર મુજબ
  14. 2 ટી સ્પૂનખાંડ
  15. 2 ટે સ્પૂનતેલ
  16. 1 ટી સ્પૂનરાઈ, મેથી,જીરું
  17. લીલો લીમડો જરૂર મુજબ
  18. 4,5તજ,લવિંગ
  19. 1 ટી સ્પૂનહિંગ
  20. 1 ટી સ્પૂનવરિયાળી
  21. 2 નંગકાંદા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધા લીલા મસાલા, ટામેટાં,કાંદા સમારી ને અલગ રાખો, પૌંઆ ચાળી, ધોઈ ને અલગ રાખો.શીંગ ને થોડું તેલ મૂકી કડક થાય ત્યાં સુધી તળી લો.દાડમ ના દાણા કાઢી લો.

  2. 2

    હવે બટાકા ને સમારી,ધોઈ, અને તળી અને અલગ રાખો.એક પેન માં તેલ મૂકી રાઈ મેથી જીરું લીમડો તજ લવિંગ, વરિયાળી,હિંગ નો વધાર કરી આદુ,મરચા ડુંગળી,ટામેટાં વધારી દો..હવે બરાબર ચડી જાય એટલે બટેટાં,શીંગ અને પૌંઆ નાખી દો.

  3. 3

    બરાબર હલાવી બધા મસાલા ઓ ઉમેરી દો.લીંબુ નીચોવી મિક્સ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી,,દાડમ,કોથમીર વડે ગાર્નિશ કરી દો. આપણા શીંગ પૌંઆ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes