પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

પનીર ની વેરાયટી બધા ને અમારા ધરે ભાવે છે.

પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)

પનીર ની વેરાયટી બધા ને અમારા ધરે ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. લોટ બાંધવા
  2. ૨ કપ મેંદો
  3. ૧+૧/૨ ટેબલ સ્પૂન ખાંડ
  4. ૧/૨ ટેબલ મીઠું
  5. ૨ ટેબલ સ્પૂન ઘી
  6. નવશેકું પાણી જરૂર મુજબ
  7. કાઠી કબાબ બનાવવા
  8. ૨ ટેબલ સ્પૂન તેલ
  9. ૨૫૦ ગ્રામ પનીર
  10. ૨ ટેબલ સ્પૂન સરસીયા નું તેલ
  11. ૨ ચમચી ચણાનો લોટ
  12. ૧ ટેબલ સ્પૂન કાશ્મીરી મરચાં પાઉડર
  13. ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો
  14. ૧/૪ ટેબલ સ્પૂન સંચળ
  15. ૧ ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ
  16. ૧ ટેબલ સ્પૂન લીંબુ
  17. ૧/૨ ટેબલ સ્પૂન અજમો
  18. ૧/૩ કપ દહીં
  19. ૧/૪ ટેબલ સ્પૂન ચાટ મસાલો
  20. ૧/૨ ટેબલ સ્પૂન કસૂરી મેથી
  21. મીઠું જરૂર મુજબ
  22. ૧ મીડીયમ લાંબા સમારેલા કેપ્સીકમ
  23. ૧ મીડીયમ લાંબા સમારેલા ડુંગળી
  24. ૧/૨ ચમચી ઘી
  25. ૧ નંગ કોલસો
  26. સ્પ્રેડ કરવા
  27. ગ્રીન ચટણી
  28. મેયોનીઝ
  29. ડુંગળી લાંબી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેરીનેટ કરવા એક બાઉલમાં સરસીયા નું તેલ અને કાશ્મીરી મરચું પાઉડર મિક્સ કરો પછી તેમાં ચણાનો લોટ,ગરમ મસાલો, સંચળ, આદુ લસણની પેસ્ટ, લીંબુ, અજમો, દહીં,ચાટ મસાલો, કસુરી મેથી અને મીઠું નાખી મિક્સ કરી પછી તેમાં પનીર નાખી મિક્સ કરી અને ૧૫ થી ૨૦ મીનીટ તેને રેસ્ટ આપો.

  2. 2

    લોટ બાંધવા માટે એક પેનમાં મેંદા નો લોટ લ્યો પછી તેમાં ખાંડ, મીઠું અને ઘી નાખો પછી તેને નવશેકા પાણીથી લોટ બાંધો. હવે તેને ૧૫ થી ૨૦ મીનીટ રેસ્ટ આપો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં મેરીનેટ કરેલા પનીર ઉમેરો. પછી તેને ૫ મિનિટ ચઢવા દો. પછી તેમાં લાંબા સમારેલા કેપ્સીકમ, લાંબા સમારેલી ડુંગળી ઉમેરી અને ચપટી મીઠું ઉમેરી ચડવા દો. પછી તૈયાર થઈ જાય એટલે તેમાં એક વાટકી રાખો. વાટકી માં ગરમ કોલસો મૂકો અને ઉપર થી ગરમ ઘી નાખો અને તરતજ પેન ઢાંકી નાખો તેથી તેમાં સ્મોકી ફ્લેવર આવી જાય.

  4. 4

    પછી લોટ નો એક લોઈયો બનાવી રોટલી વણી સેકી ને ઉતારી લો.પછી રોટલી પર મેયોનીઝ લગાવી અને તેના ઉપર કાઢી કબાબ મૂકો. પછી તેના ઉપર ડુંગળી અને સોસ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Thacker
Meera Thacker @Meerathacker47
પર

Similar Recipes