પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#ATW1
#TheChefStory
#cookpad
#cookpadgujarati
નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકો
  1. ૬૦ નંગ પાણીપુરી ની પૂરી
  2. સ્ટફિંગ માટે
  3. ૧ કપદેશી ચણા બાફેલા
  4. ૪ નંગબાફેલા બટાકા મીડીયમ સાઈઝના
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. પાણી બનાવવા માટે
  8. ૧ કપફુદીનો
  9. ૧ કપકોથમીર
  10. ૩-૪ લીલા મરચા મીડીયમ તીખા
  11. ઈચ આદુનો ટૂકડો
  12. ૧ ચમચીસંચળ પાઉડર
  13. સ્વાદ અનુસારમીઠું
  14. ૧ ચમચીજલજીરા પાઉડર
  15. ૩-૪ ચમચી લીંબુનો રસ (સ્વાદ અનુસાર)
  16. ૨ ગ્લાસપાણી
  17. સર્વિંગ માટે
  18. ૧ કપડુંગળીઝીણી સમારેલી
  19. થોડાસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને થોડા થોડા મેશ કરી લેવા અને બાફેલા દેશી ચણા એડ કરી

  2. 2

    હવે હવે તેમાં મીઠું અને મરચું નાખી બરાબર મિક્સ કરી લેવું તો તૈયાર છે સ્ટફિંગ

  3. 3

    ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં ફુદીનો ધાણા,આદુ, મરચા, મીઠું,સંચળ પાઉડર લીંબુનો રસ એડ કરી થોડું પાણી નાખી ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી

  4. 4

    હવે એક મોટા વાસણમાં આ પેસ્ટ કાઢી લેવી અને તેમાં પાણી નાખી જલજીરા પાઉડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઠંડુ થવા ફ્રિજમાં મૂકી દેવું. સમય ન હોય તો બરફ એડ કરી દેવો.

  5. 5

    તો તૈયાર છે પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી તેમજ સ્પાઈસી સ્ટફિંગ સાથે પાણીપુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes