ડ્રાયફ્રુટ્સ નમકીન (Dryfruits Namkeen Recipe In Gujarati)

Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974

ડ્રાયફ્રુટ્સ નમકીન (Dryfruits Namkeen Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ
  1. 1-2 ચમચીઘી
  2. 1 કપફૂલ મખાના
  3. 2 ચમચીબદામ
  4. 2 ચમચીકાજુ
  5. 2 ચમચીકિસમિસ
  6. 2 ચમચીપિસ્તા
  7. 2 ચમચીસૂકા નારિયેળના ટુકડા
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1/2 ચમચીકાળા મરી પાઉડર
  10. 1/4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મધ્યમ તાપ પર એક પેનમાં 1-2 ચમચી ઘી ગરમ કરો. ગરમ થાય એટલે ફૂલ મખાના ઉમેરો.

  2. 2

    તેને સતત હલાવતા રહો જ્યાં સુધી તે શેકાઈ જાય અને ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી શેકી લો. તેને એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    એ જ પેનમાં 1 ચમચી ઘી નાખો. કાજુ અને બદામ ઉમેરો. તેને સતત હલાવો જ્યાં સુધી તે લાઈટ બ્રાઉન કલર ના થઈ જાય અને શેકાઈ જાય ત્યાં સુધી શેકી લો.

  4. 4

    એ જ બાઉલમાં ઉમેરો. તેમા પિસ્તા અને કિસમિસ પણ ઉમેરો. તે જ પેનમાં નારિયેળના ટુકડાને પણ ઘી વગર થોડીવાર શેકી લો.

  5. 5

    તેને સારી રીતે ભેળવી દો. તેમા મીઠું, મરી, ખાંડ ઉમેરો. સારી રીતે હલાવો, જેથી બધા મખાના બદામ પર સારી રીતે કોટ થઈ જાય. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

  6. 6

    ડ્રાયફ્રુટ્સ નમકીન સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes