શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Roshni Mistry
Roshni Mistry @Roshni2010

આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ.

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ મેંદો
  2. 1 કપરવો
  3. 1 કપઘી અને તેલ નું મોણ
  4. 1 કપપાણી (જરૂર પ્રમાણે ઉમેરવું)
  5. 200 ગ્રામખાંડ
  6. 2 ચમચીતલ
  7. મીઠું (સ્વાદ અનુસાર)
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    1 કપ પાણી મા ખાંડ નાંખી ખાંડ પીગાળી લો.

  2. 2

    મોટા વાસણ મા મેંદો અને રવો ચાળણી થી ચાળી લો, એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, તલ ઉમેરો, અને તેલ અને ઘી નું મોણ નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે થોડું થોડું ખાંડ પીગાળેલું પાણી ઉમેરતા જાવ. લોટ બહું ઢીલો નઈ બાંધવો. ભાખરી જેવો લોટ બાંધી લો.

  4. 4

    5 મિનિટ રેસ્ટ આપો.
    ફરી પાછો લોટ મસળી લો.હવે લોટ માંથી મિડિયમ સાઇઝ ના લૂઆ કરી વેલણ થી વણી લો. બહુ પાટડી નઈ વણવી.

  5. 5

    હવે ચપ્પુ ની મદદ થી ચોરસ મા અથવા તમને ગમતા આકાર ના પીસ કરી એક્દમ ગરમ તેલ મા મીડિયમ તાપે તળી લો.

  6. 6

    તૈયાર શક્કરપારાને એર ટાઈટ ડબ્બામાં ભરી લાંબો ટાઇમ રાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshni Mistry
Roshni Mistry @Roshni2010
પર

ટિપ્પણીઓ

Similar Recipes