દુધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Kunjal Sompura
Kunjal Sompura @1201solitair

.દુધીનાં મુઠીયા એક ભારતીય.ચરોતર સાઈડની -ગુજરાતની પરંપરાગત વાનગી છે.આ વાનગી ફાઇબરથી ભરપૂર અને ઓછા તેલમાંબનતી હોવાથી ખૂબ હેલ્ધી પણ છે અને ડાયટમાં પણ ઉપયોગી છે આ રેસિપી મેં ફૂકપેડમાં જોઈતી અને એમાં થોડા સુધારા વધારા કરી અને મેં આ વાનગી બનાવી છે તો તમે પણ એનો સ્વાદ માણો તમને .બધાનેખૂબ જ પસંદ પડશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦થી૩૦ મિનિટ
૪ થી૫ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૨૫૦ ગ્રામ દુધી
  3. 2ચમચા ચણાનો લોટ
  4. 1 ચમચીરવો કે ઘઉંનો જાડો લોટ
  5. 2ચમચા દહીંકે આંબલી નો પલ્પ -ઓપ્શનલ
  6. ચમચા તેલ મોણ માટે
  7. રચમચા તેલવગાર માટે
  8. રાઇ જીરુ અજમો તલ

રાંધવાની સૂચનાઓ

૨૦થી૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ ચણાનો લોટ અને ઘઉંનો જાડો લોટ લઈ તેની અંદર દૂધી ખમણી મોણ નાખી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેની અંદર મીઠું મરચું હળદર ધાણાજીરું આદુ-મરચા અને તેલ નાખી થોડું દહીં નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    આ બધી જ સામગ્રીને મિક્સ કરી અને રોટલી જેવો અથવા એનાથી થોડોક ઢીલો લોટ બાંધવાનો છે જેટલો લોટ નરમ હશે તેટલા મુઠીયા આપણા વધારે સોફ્ટ થશે આ મુઠીયા ને વાટાના નામથી પણ ગુજરાતની ચરોતર બાજુ ઓળખવામાં આવે છે.

  4. 4

    બંધાયેલા લોટને ઢાંકીને થોડી વધારે વાર રહેવા દેવાથી પણ મુઠીયા સોફ્ટ બની છે અને સારા ફુલે છે ત્યારબાદ તેને એક ઢોકળીયામાં લઈ મુઠીયા વાળી અથવા તો એક કડાઈ ની અંદર ચારણી મૂકી તેમાં મૂકી અને કવર કરીને 30 થી 25 મિનિટ મીડીયમ તાપે રહેવા દેવું

  5. 5

    ત્યારબાદ મુઠીયા ને થોડીવાર સીઝવા દેવા અને તેના ટુકડા કરી અને પછી તેને વઘારી નાખવા અથવા તો ઘણા ગુજરાતી ઘરોમાં ગરમા ગરમ મુઠીયા ને સીંગતેલ કે તલના તેલ સાથે પણ ખાવામાં આવે છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunjal Sompura
Kunjal Sompura @1201solitair
પર

ટિપ્પણીઓ

Similar Recipes