પનીર પંજાબી વીથ ગાર્લિક નાન (Paneer Punjabi With Garlic Nan Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#PC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨-૩ વ્યક્તિ
  1. પનીર પંજાબી બનાવવા માટે➡️
  2. ૩૦૦ ગ્રામ પનીર
  3. ૩ નંગટામેટાં
  4. ૧ નંગમોટી ડુંગળી
  5. ૩-૪ કળી લસણ
  6. ૧ ચમચીઆદુની પેસ્ટ
  7. ૧ ચમચીલસણની પેસ્ટ
  8. ૧ ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  9. ૧ નંગતમાલપત્ર
  10. ૧ નંગતજનો ટુકડો
  11. ૧ નંગએલચો
  12. નાનો કટકો જાવંત્રી
  13. ૩-૪ નંગ મરી
  14. ૨ નંગલવિંગ
  15. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  16. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  17. ૨ ચમચીધાણાજીરું
  18. ૧/૨ ચમચીશેકેલા જીરાનો પાઉડર
  19. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  20. ૧ ચમચીખાંડ
  21. ૨ ચમચીકસુરી મેથી
  22. મીઠું સ્વાદ મુજબ
  23. ૨ ચમચીમલાઈ
  24. ૨ ચમચીછીણેલું પનીર
  25. ૧ ચમચીતેલ
  26. ૩ ચમચીબટર
  27. સમારેલી કોથમીર જરૂર મુજબ
  28. પાણી જરૂર મુજબ
  29. ગાર્લિક નાન બનાવવા માટે ➡️
  30. ૧ કપમેંદો
  31. ૧ કપઘઉંનો લોટ
  32. ૨ ચમચીઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ
  33. ૨ ચમચીતેલ
  34. ૧ કપહુંફાળું દૂધ
  35. ૨ ચમચીખાંડ
  36. ૩ ટેબલસ્પૂનબારીક સમારેલું લસણ
  37. કોલોંજી જરૂર મુજબ
  38. સમારેલી કોથમીર જરૂર મુજબ
  39. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાંના મોટા કટકા કરી લો. હવે એક પેનમાં 1-1/2 કપ જેટલું પાણી લઈ તેમાં સમારેલ ડુંગળી, ટામેટાં, લસણ તથા બધા તેજાના ઉમેરી ઢાંકીને ૫-૭ મિનિટ માટે ચડાવી લો.

  2. 2
  3. 3

    હવે ઠંડુ થયા બાદ તેમાંથી બધા તેજાના કાઢી લઈ, તેને મિકસરમાં ક્રશ કરી ગ્રેવી બનાવી, આ ગ્રેવિને એકવાર strain કરી લો.

  4. 4

    હવે પનીરના કટકા કરી લો અને એક પેનમાં ૧ ચમચી બટર તથા ૧ ચમચી તેલ લઈ પનીરને સોતે કરી લો. પનીર સહેજ ગુલાબી રંગનું થાય એટલે તેમાં સહેજ મીઠું તથા લાલ મરચું પાઉડર ઉમેરી, મિક્સ કરી ગેસ બંધ કરી તેને ઠંડુ કરી લો.

  5. 5

    હવે એ જ પેનમાં બાકીનું બટર તથા તેલ લઈ તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ સાંતળો. હવે તેમાં ૧ ચમચી કસુરી મેથી ઉમેરી, તૈયાર કરેલ ગ્રેવી ઉમેરી સાંતળો. હવે તેમાં બધા સૂકા મસાલા તથા ખાંડ ઉમેરી તેને બરાબર ચડવા દો.

  6. 6
  7. 7

    હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં પનીરના પીસ ઉમેરી, બરાબર મિક્સ કરી ૫ મિનિટ માટે કૂક કરો. હવે ઉપરથી બીજી કસુરી મેથી તથા છીણેલું પનીર ઉમેરી, મિક્સ કરી, બાઉલમાં કાઢી, ઉપરથી મલાઈ તથા કોથમીરથી સજાવી લો.

  8. 8
  9. 9

    ગાર્લિક નાન માટે ૧/૨ કપ દૂધમાં ખાંડ તથા યીસ્ટ ઉમેરી, મિક્સ કરી ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. હવે મેંદો તથા ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં મીઠું, તેલ ઉમેરી, યીસ્ટવાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરો. હવે બાકી વધેલ દૂધથી સોફ્ટ લોટ બાંધી લો.

  10. 10
  11. 11

    આ લોટને ઉપર સહેજ તેલ લગાવી, ઢાંકણથી ઢાંકી, ૪૫ મિનિટ માટે પ્રૂવ થવા મૂકો.

  12. 12

    ૪૫ મિનિટ બાદ તેમાંથી એકસરખા ગોળા વાળી લો. હવે તેમાંથી નાની રોટલી વણી, સહેજ પાણી લગાવી, સમારેલ લસણ, કોલોંજી તથા કોથમીર ભભરાવી ફરીથી વણી લો.

  13. 13

    હવે તેના પાછળની બાજુ પાણી લગાવી, ગરમ તવામાં પાણી વાળી બાજુ નીચે રહે એ રીતે શેકો. હવે તાવડી ઉંધી કરી ફોટોમાં બતાવ્યા મુજબ, લસણ લગાવ્યું છે એ સાઈડ બરાબર શેકી લો. હવે તેના પર બટર લગાવી, ગરમ ગરમ પનીર પંજાબી સબ્જી તથા પાપડ સાથે સર્વ કરો.

  14. 14
  15. 15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes