ડુંગળી ના ભજીયા

Meera Thacker
Meera Thacker @Meerathacker47

વરસાદ માં ખાવાની મજા પડે.

ડુંગળી ના ભજીયા

વરસાદ માં ખાવાની મજા પડે.

Edit recipe
See report
Share
Share

Ingredients

૪૫ મીનીટ
  1. બેટર બનાવવા માટે
  2. ૫ મીડીયમ લાંબી સમારેલી ડુંગળી
  3. ૨ મીડીયમ ઝીણું સમારેલું મરચું
  4. ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
  5. ૧ ટેબલ સ્પૂન આદુ નો પેસ્ટ
  6. ૧/૪ ટેબલ સ્પૂન હળદર પાવડર
  7. ૧ ટેબલ સ્પૂન મરચું પાવડર
  8. ૧ ટેબલ સ્પૂન ધાણાજીરુ પાવડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧ ટેબલ સ્પૂન અજમો
  11. ૧/૪ ટેબલ સ્પૂન હીંગ
  12. ૫ ટેબલ સ્પૂન ચણાનો લોટ
  13. ૩ ટેબલ સ્પૂન ચોખા નો લોટ
  14. ૧/૪ ટેબલ સ્પૂન જીરું પાવડર
  15. તેલ જરૂર મુજબ તળવા માટે
  16. ૧/૪ ટેબલ સ્પૂન સોડા

Cooking Instructions

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ઝીણી અને લાંબી સુધારી લેવી. પછી તેમાં જરૂર મુજબ મીઠું નાખી ને ૧૦ મીનીટ રેસ્ટ આપો.

  2. 2

    પછી તેમાં ઝીણા સમારેલા મરચાં, કોથમીર, આદુ, ધાણાજીરૂ પાવડર, મરચું પાવડર,હળદર પાવડર, અજમો, હીંગ, જીરું પાવડર અને સોડા (સોડા ના નાખવું હોય તો બેટર માં એક ચમચો તેલ ઉમેરવો) નાખી મિક્સ કરો. પછી તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી ને મિક્સ કરો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ગરમ થાય એટલે તેમા ભજીયાં કાચા પાકા તરી ને બહાર કાઢી લ્યો.

  4. 4

    હવે ભજીયા થોડા ઠરે એટલે તેને હાથેથી દબાવી ને બીજી વાર તરી લ્યો.પછી તેને ચટણી, સોસ અને મરચાં તરેલા સાથે સર્વ કરો.

Edit recipe
See report
Share
Cook Today
Meera Thacker
Meera Thacker @Meerathacker47
on
Enjoy Cooking
Read more

Similar Recipes