ફટાફટ કડાઈ હાંડવો

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#SJR
#શ્રાવણ/જૈન રેશીપી
#RB20
#માય રેશીપી બુક

હાંડવો એ આમ તો જનરલી તેના કૂકરમાં બનાવવામાં આવે છે જે બનતા ઘણો સમય લાગે છે જેથી આ કડાઈમાં બનાવવાથી ફટાફટ બની જાય અને ક્રીસ્પી તથા ટેસ્ટી બને છે.

ફટાફટ કડાઈ હાંડવો

#SJR
#શ્રાવણ/જૈન રેશીપી
#RB20
#માય રેશીપી બુક

હાંડવો એ આમ તો જનરલી તેના કૂકરમાં બનાવવામાં આવે છે જે બનતા ઘણો સમય લાગે છે જેથી આ કડાઈમાં બનાવવાથી ફટાફટ બની જાય અને ક્રીસ્પી તથા ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઢોકળાનો લોટ
  2. ૧ ટેબલસ્પૂનદહીં
  3. ૧ વાટકીમિક્સ વેજિટેબલ[ગાજર વટાણા અને બટાકા,લીલા મરચા ]
  4. ૧ ટીસ્પૂનતલ
  5. ૧ ટીસ્પૂનરાઈ જીરું મિક્સ
  6. 1 ચમચીઅડદની દાળ
  7. 1 નાની ચમચીમેથીદાણા
  8. ૫-૬લીમડાના પાન
  9. મીઠું સ્વાદમુજબ
  10. ચપટીહળદર
  11. ચપટીખાવાનો સોડા
  12. વઘાર માટે:-ડુંગળી, લીલાં મરચાં, લીમડાના પાન,તલ,લીલુ/સૂકુ લસણ(બધું જ જીણૂ સમારીને)(ડુંગળી-લસણ ઓપ્સનલ છે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળાના લોટ ને ચાળી એક તપેલીમાં લો તેમાં દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરો બધું હલાવી સરખું મિક્સ કરી લો આ મિશ્રણને આતો લાવવા માટે ૬ થી ૭ કલાક રાખી દો

  2. 2

    આથો આવી જાય એટલે મિશ્રણને હલાવી લેવું તેમાં જીણું સમારેલું બટેટું,ગાજર, વટાણા,લીલું મરચું,
    સ્વાદમુજબ મીઠું,હળદર ઉમેરો અને સરખું મિક્સ કરી લો.ચપટી ખાવાનો સોડા ઉમેરો અને ખુબ હલાવી લો.

  3. 3

    એક જાડા તળિયાવાળી કડાઈમાં વઘારમાટે તેલ મુકો તેલ ગરમ થાય એટલે રાયજીરુ ઉમેરો રાઈ જીરું તતડી જાય એટલે અડદની દાળ નાખો પછી તલ નાખો અને મેથી તથા લીમડાના પાન નાખો એ પછી લીલાં મરચાં લસણ ઉમેરો તરત જ હાંડવાનું મિશ્રણ જે તૈયાર રાખ્યું છે તે પાથરો.

  4. 4

    એકવારમાં બે થી ૩ ટેબલ સ્પૂન ખીરું એક હાંડવા માટે પાથરવું ઉપર થાળી ઢાંકી દેવી અને એકદમ ધીમા તાપે હાંડવા ને ચડવા દેવો એકબાજુ નીચેની સાઈડ સોનેરી રંગનો કડક થાય એટલે પલટાવી લેવો બીજી બાજુ પણ કડક થવા દેવો,જરૂર લાગે તો સહેજ તેલ હાંડવાની ધાર પર ફરતાં ઉમેરવું

  5. 5

    બન્ને બાજુ કડક થાય જાય એટલે ગેસ બન્દ કરી બે મિનિટ સીઝવા દેવો સીઝી જાય એટલે કટ કરી ચટણી/દહીં/સોસ સાથે પીરસવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes