ડ્રાયફ્રૂટ્સ અને કેસર કુલ્ફી (Dryfruits Kesar Kulfi Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૫૦૦ મી.લિ. અમુલ ગોલ્ડ દૂધ
  2. ૫ ચમચીખાંડ
  3. પલાળેલું કેસર
  4. કાજુ બદામ અખરોટ પિસ્તા
  5. ૧ પાઉચમિલ્ક પાઉડર
  6. ૧ વાટકીમલાઈ

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    બધી સામગ્રી ભેગી કરો. બાદ એક જાડી કડાઈ માં દૂધ ઉકળવા મૂકો. દૂધ ઊકળે પછી તેમાં મલાઈ અને મિલ્ક પાઉડર નાખી ખુબ હલાવો.

  2. 2

    ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ નાખી ઉકાળવા દો. બધા ડ્રાયફ્રૂટ્સને ઝીણા કટ કરો.

  3. 3

    દૂધ હલાવતા રહી ડ્રાયફ્રૂટ્સ નાખો. ત્યારબાદ તેમાં ખાંડ નાખી હલાવતા રહો.

  4. 4

    દૂધ દસ મિનિટ ઉકાળો જેથી એકદમ જાડું થઈ જશે. ત્યારબાદ તેને ઠંડુ કરવા મૂકો. પછી મટકા મા અથવા કુલ્ફી આ મોલ્ડ માં બેટર ને રેડો. ઉપરથી બીજા ડ્રાયફ્રૂટ્સ પણ નાખતા જાઓ.

  5. 5

    તેને ઢાંકણ ઢાંકી ફ્રીઝરમાં સાત આઠ કલાક સેટ કરવા મૂકો મટકા ને કોથળી તથા રબર બાંધીને સેટ કરવા મૂકો. બરફની કતરણ ન થાય. બહાર કાઢી સર્વ કરો.

  6. 6

    રેડી છે બધાને મનપસંદ કેસર ડ્રાયફ્રૂટ કુલ્ફી. જે નાના મોટા બધાને કુલ્ફી ફરાળી છે જે બધાને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes