શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#RJS
#cookpad_guj
#cookpadindia
ચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપશીંગદાણા (સેકી ને ફોતરાં કાઢી નાખેલ)
  2. 3/4-1 કપગોળ
  3. ચપટીબેકિંગ સોડા (વૈકલ્પિક)

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    શીંગદાણા ને કપડાં વચ્ચે રાખી ને વેલણ થી વણી જેથી નાના ટુકડા થાય અને ચીક્કી પાતળી થાય.

  2. 2

    જાડા તળિયા વાળી કડાઈ માં ગોળ ઉમેરી અને ધીમી આંચ પર ઓગળવા દો.

  3. 3

    ગોળ ઓગળી ને પરપોટા થવા લાગે એટલે પાણી ની વાટકી માં એક ટીપું ગોળ નું નાખો. જો તરત જ ગોળ કડક થઇ જાય તો ગોળ તૈયાર છે.

  4. 4

    આ વખતે તમે ઇચ્છઓતો બેકિંગ સોડા નાખી ને ભેળવી લો અને તરતજ શીંગ નાખી ને સરખી રીતે ભેળવી લો.

  5. 5

    ગોળ ઓગળતો હોય ત્યારે પ્લેટફોર્મ ને સાફ કરી તેલ લગાવી ચીકણું કરી ને તૈયાર રાખવું. તેની ઉપર તરતજ ગોળ-શીંગ નું મિશ્રણ નાખી,તેલ લગાવેલા જાડા વેલણ થી વણી ને ચીક્કી ને પાતળી કરી લેવી.

  6. 6

    તમને ગમતાં આકાર માં કાપી લેવી અને હવાચુસ્ત ડબ્બા માં ભરવી અને ઇચ્છઓ ત્યારે ઉપયોગ માં લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes