રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેલાઈમ્સ ઓનિયન પેને પાસ્તા

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાસ્તા બાફવા માટે
  2. ૧ કપતેને પાસ્તા
  3. ૨ કપપાણી
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ ચમચીતેલ
  6. ડુંગળીની પેસ્ટ બનાવવા માટે
  7. ડુંગળી લાંબી સમારેલી
  8. ૧ ચમચીઘી
  9. પેને પાસ્તા બનાવવા માટે
  10. ટામેટાં
  11. લીલું મરચું
  12. કેરેલાઈમ ડુંગળી ની પેસ્ટ
  13. ૨ ચમચીફ્રેશ વટાણા
  14. સ્વાદ અનુસારમીઠું
  15. ૧ ચમચીઘી
  16. ૧/૨ ચમચીઓરેગાનો
  17. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી પાસ્તા બાફી લેવા અને બફાઈ જાય એટલે પાણી નિતારવા મૂકી દેવું.

  2. 2

    બીજી બાજુ ટોમેટો અને મરચું ને રોસ્ટ કરી લેવા ઠંડા પડે એટલે સ્કીન ઉતારી લેવી.

  3. 3

    હવે એક કડાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે સમારેલી ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી પછી ગેસ બંધ કરી ઠંડુ થવા રાખો ઠંડુ થઈ જાય એટલે એની પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    વટાણા ને બે મિનિટ બાફી લેવા. રોસ્ટેડ ટામેટાં મરચા અને લસણને ચોપ કરી લેવું. કડાઈમાં તેલ મૂકી લસણ મરચું સાંતળી લેવું.

  5. 5

    ત્યારબાદ તેમાં ચોપ કરેલા ટામેટાં ઉમેરી સાંતળવા તેલ છૂટું પડે એટલે કેરેલાઈમ ડુંગળીની પેસ્ટ અને વટાણા ઉમેરવા મિક્સ કરી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી શેકવું.

  6. 6

    હવે તેમાં પાસ્તા એડ કરી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ થવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes