ટોમેટો પેને પાસ્તા (Tomato Panne Pasta Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૨ કપપેને પાસ્તા
  2. ૧ કપપાસ્તા સોસ (મે અહીં હોમ મેડ લીધો છે)
  3. ૧ કપવ્હાઈટ સોસ(મે અહી હોમ મેડ લીધો છે)
  4. ૩ ટી સ્પૂનટોમેટો કેચઅપ
  5. ૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  6. ૨ ટી સ્પૂનઓરેગાનો
  7. ૨ ટી સ્પૂનપાસ્તા મસાલો
  8. ડુંગળી લાંબી સમારેલી
  9. ૩ ટેબલ સ્પૂનતેલ
  10. પાણી પાસ્તા બાફવા માટે
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરો.તેમાં એક ટી સ્પૂન તેલ અને થોડું મીઠું નાખી ને પાણી ઉકાળો.પછી તેમાં પાસ્તા ઉમેરો અને તેને બાફવા દો.પાસ્તા બફાઈ જાય એટલે તેને એક કાણા વાળા બાઉલ માં કાઢી લો અને ઉપરથી થોડું ઠંડું પાણી રેડી દો જેથી અંદર ની કૂકીંગ પ્રોસેસ અટકી જાય અને પાસ્તા એકબીજા સાથે ચીપકી ન જાય.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી ને સાંતળો.ડુંગળી નો કલર બદલાય એટલે વ્હાઈટ સોસ,પાસ્તા સોસ અને ટોમેટો કેચઅપ ઉમેરો.

  3. 3

    હવે તેમાં ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,મીઠું સ્વાદાનુસાર અને પાસ્તા મસાલો નાખી અને મિક્સ કરો.જરૂર લાગે તો થોડું દૂધ ઉમેરો.ત્યાર બાદ તેમાં બાફેલા પાસ્તા ઉમેરો.

  4. 4

    હવે તેને સરખું મિક્સ કરી લો.પછી તેને એક પ્લેટ મા કાઢી ને સર્વ કરો.ઉપરથી ઓલિવ નાખવા હોય તો નાખી શકાય પણ મારા બાળકો ને નથી ભાવતા એટલે મે નથી નાખ્યા.

  5. 5

    તો તૈયાર છે ટોમેટો પેને પાસ્તા.

  6. 6

    નોંધ : આમાં બીજા વેજીટેબલ લઈ શકાય છે જેવા કે ગાજર,કેપ્સીકમ,કોર્ન વગેરે પણ મારા બાળકો ને પાસ્તા મા ડુંગળી સિવાય કંઈ નાખીએ તો ભાવતું નથી એટલે મે નથી નાખ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes