ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 6બેબી કારેલા
  2. 1/4 કપચણાનો લોટ
  3. 1 ટી સ્પૂનધાણાજીરુ
  4. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  6. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  7. 2 ટેબલ સ્પૂનક્રશ કરેલી કાચી શીંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ટી સ્પૂન હળદર પાઉડર
  10. 4 ટી સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનગોળ
  12. 1સમારેલું ટમેટું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સો પ્રથમ કારેલા ની છાલ કાઢી લો. અને મીઠું નાખી 15 મિનિટ રહેવા દો. ત્યાર પછી કારેલા ને પાણી થી ધોઈ લો.

  2. 2

    હવે બેસન ને શેકી લો. ત્યાર પછી બેસન ને એક બાઉલ માં લઇ તેમાં બધા મસાલા નાખી સારી રીતે મિક્સ કરી લો. અને કારેલા માં આ મસાલો ભરી લો.

  3. 3

    હવે કડાઈ માં તેલ નાખી ગરમ કરો પછી તેમાં રાઈ, હિંગ નાખો રાઈ તતડે એટલે તેમાં હળદર પાઉડર નાખી પછી કારેલા ને નાખો અને 1/2 કપ પાણી નાખી 5 મિનિટ ઢાંકણ ઢાંકી દો. 5 મિનિટ પછી ચેક કરો કારેલા ચડી ગયા છે. પછી તેમાં ગોળ અને વધેલો મસાલો નાખી મિક્સ કરો અને સમારેલું ટમેટું નાખી 2 મિનિટ ચડવા દો.

  4. 4

    કારેલા ચડી ગયા છે હવે તેમાં થોડું પાણી અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી દો. 1 મિનિટ માટે ઢાંકી દો. ત્યાર પછી તેમાં કોથમીર નાખી સર્વ કરો.

  5. 5

    ભરેલાં કારેલા નું શાક તૈયાર છે. ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes