ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામકારેલા
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. 1/2 કપચણાનો લોટ
  4. 1/3 કપશીંગદાણા નો ભૂકો
  5. 1/4 કપગોળ
  6. 2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  7. 1& 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
  8. 1 ટી સ્પૂનગરમ મસાલો
  9. 1 ટી સ્પૂનહળદર
  10. 1& 1/2 ટેબલ સ્પૂન તલ
  11. 1/4 કપકોથમીર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. વઘાર માટે:-
  14. 1 ટેબલ સ્પૂનતેલ
  15. 1 ટી સ્પૂનરાઈ
  16. 1 ટી સ્પૂનતલ
  17. 1/4 ટી સ્પૂનહિંગ
  18. 1/2 ટી સ્પૂનજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કારેલા ને ધોઈ ને કોરા કરી તેની થોડી છાલ ઉતારી વચ્ચે થી કટ કરી બીયા કાઢી લેવા.

  2. 2

    હવે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં ચણા નો લોટ શેકી લેવો. સુંગધ આવે ત્યા સુધી. પછી લોટ ને ઠંડો કરવો.

  3. 3

    હવે સ્ટફીંગ માટે શેકેલો ચણાનો લોટ,ધાણાજીરુ, લાલ મરચું, શીંગદાણા નો ભૂકો, તલ, હળદર, ગરમ મસાલો, મીઠું,ગોળ અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  4. 4

    હવે સ્ટફીંગ કારેલા માં દબાવી ને ભરી લેવા. કુકર માં પાણી ગરમ કરી ઉપર કાણા વાળી જાળી માં કારેલા મુકી કુકર બંધ કરી સીટી વગાડી બાફી લેવા.

  5. 5

    હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરુ, તલ અને હિંગ નો વઘાર કરી તેમાં હળદર ઉમેરી બાફેલા કારેલા સાંતળો.

  6. 6

    વધેલું સ્ટફીંગ ઉમેરી બરોબર મિક્સ કરી 5 મિનિટ ધીમા તાપે સાંતળો. પછી ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  7. 7
  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes