સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
શેર કરો

ઘટકો

40 મિનિટ
  1. ➡️સેવૈયા કટોરી બનાવવા માટે::::
  2. 1પેકેટ સેવૈયા
  3. 2 ચમચીઘી
  4. 2 ટેબલસ્પૂનકંડેન્સ મિલ્ક
  5. ➡️મેંગો રબડી બનાવવા માટે::::
  6. 1 કપમેંગો પલ્પ
  7. 1લીટર દૂધ
  8. 4 ચમચીખાંડ
  9. 1 ચમચીઇલાયચી પાઉડર
  10. 1/2 કપસમારેલા મેંગો
  11. 1/2 કપસમારેલા ડ્રાય ફ્રુટ (બદામ,પિસ્તા, કાજુ)

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સો પ્રથમ સેવૈયા કટોરી બનાવવા માટે કડાઈ માં ઘી લો. ઘી ગરમ થાય પછી તેમાં સેવૈયા નાખી સાંતળી લો. જયાં સુધી સેવૈયા નું કલર બદલે નહિ ત્યાં સુધી સાંતળો. પછી તેમાં કંડેન્સ મિલ્ક નાખી મિક્સ કરો અને પછી એક કટોરી માં બટર પેપર લો. હવે જલદી થી સેવૈયા ને કટોરી માં નાખી સેટ કરવા માટે મૂકી રાખો. આ કામ જલ્દી થી કરે. 20 મિનિટ માટે કટોરી ને સેટ થવા માટે બાજુ માં મૂકી રાખો.

  2. 2

    હવે આપણે મેંગો રબડી બનાવશું તેના માટે કડાઈ માં દૂધ નાખી ઉકળવા દો. દૂધ ઉકળે એટલે ગેસ ધીમો કરી લો. જ્યાં સુધી દૂધ ધટ્ટ ન થાય ત્યાં સુધી ઉકાળો. દૂધ ધટ્ટ થઈ જાય પછી તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો. 10 મિનિટ કે બાદ ગેસ બંધ કર દો. રબડી ને થોડી ઠંડી થવા દો અને પછી તેમાં મેંગો પલ્પ નાખી મિક્સ કરી ફ્રીઝ માં ઠંડી કરવા મૂકો.

  3. 3

    મેંગો રબડી અને સેવૈયા કટોરી તૈયાર થઈ છે. હવે આપણે સર્વ કરશું. તેના માટે સેવૈયા કટોરી ને એક સર્વિંગ પ્લેટમાં લો અને ઉપરથી મેંગો રબડી નાખો.સમારેલા ડ્રાય ફ્રુટ અને સમારેલા મેંગો થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes