પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

પાવભાજી આપણે શાક બાફીને પછી સાતડી બનવ્યે છે...પણ હવે એક નવી રીતે કૂકરમાં ડાયરેક્ટ બનાવાય છે .

પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

પાવભાજી આપણે શાક બાફીને પછી સાતડી બનવ્યે છે...પણ હવે એક નવી રીતે કૂકરમાં ડાયરેક્ટ બનાવાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ બાઉલ બટર
  2. ૩ નંગ ટામેટા
  3. ૨ નંગ કાંદા
  4. ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. ૮-૯ કળી લસણ
  6. 1કેપ્સિકમ ઝીણું સમારેલું
  7. ૧/૨ નંગ છીણેલું બીટ
  8. ૨૫૦ ગ્રામ ફ્લાવર
  9. ૨ નંગબટાકા
  10. ૧/૨ નંગ દૂધી
  11. ૧૫૦ ગ્રામવટાણા
  12. ૪ ચમચીલાલ કાશ્મીરી મરચું
  13. ૧/૨ ચમચીહળદર
  14. ૩ ચમચીપાવભાજી નો મસાલો
  15. મીઠું સ્વાાનુસાર
  16. તેલ
  17. ધાણા ગાર્નિશ માટે
  18. ૧/૨ ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કૂકરમાં ૩ ચમચી તેલ અને ૨ ચમચી બટર મુકો

  2. 2

    હવે એમાં જીનુ સમારેલા કાંદા ઉમેરો...અને સાંતળો જ્યાં સુધી થોડી બ્રાઉન ના થાય. હવે એમાં આદુ મરચાની અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો...

  3. 3

    હવે એમાં કેપ્સિકમ સાંતળી લો..હવે ટામેટા ઉમેરો...અને એને સાંતળો...અને એમાં મીઠું, લાલ મરચું, હળદર, અને પાવભાજી નો મસાલો ઉમેરી હલાવો...જ્યાં સુધી બટર છૂટું ના પડે ત્યાં સુધી..

  4. 4

    હવે એમાં બધા સમારેલા શાક ઉમેરો....અને મીઠું ઉમેરી ૩ મિનિટ સુધી હલાવો...

  5. 5

    હવે એમાં ૨/૫ કપ પાણી ઉમેરો અને કુકર બંધ કરી ૭-૮ સિટી વગાડો અને ઠંડુ પડે પછી ખોલવું...

  6. 6

    ખોલ્યા પછી એને ક્રશ કરી દેવું...

  7. 7

    એમાં મીઠું ને બધું ટેસ્ટ કરી લેવું અને એમાં ૧ ચમચી બટર ઉમેરી દેવું..

  8. 8

    હવે તેલ ગરમ કરી એમાં મરચું એડ કરી વઘાર ઉપર ઉમેરવું..

  9. 9

    હવે એમાં લીંબુ નો રસ ઉમેરી ધાણા થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર

Similar Recipes