ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોગાજર
  2. ૭-૮ ચમચી ઘી
  3. ૩૦૦ ગ્રામ ખાંડ
  4. ૫૦૦ મિલી દૂધ
  5. ૧ ચમચીકિસમિસ
  6. ૧ ચમચીકાજુના ટુકડા
  7. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજરને ધોઈને એની છાલ ઉતારી બધા ગાજર છીણી લેવા હવે ગેસ પર કઢાઈ મૂકી ગેસ ધીમો રાખવો હવે તેમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે ગાજરનું છીણ ઉમેરી ૧૦ થી ૧૫ મિનિટ હલાવી ને સાંતળવું

  2. 2

    હવે છીણ થોડું નરમ થાય એટલે તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરવું ને હલાવતા રહેવું દૂધ ઉકળવા લાગે એટલે તને હલાવતા રહેવું અને દૂધને બળી જવા દેવું દૂધ બળી જાય

  3. 3

    એટલે તેમાં ખાંડ ઉમેરી હવે તેને હલાવતા રહેવું ખાનનું પાણી છૂટશે ખાનનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવું હવે તેમાંથી ઘી છૂટું પડવા લાગશે એટલે ગેસ બંધ કરી દેવો હવે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી બધું બરાબર હલાવી લેવું ના ટુકડા ઉમેરી બધું હલાવી લેવું તો તૈયાર છે ગરમાગરમ ગાજરનો હલવો

  4. 4

    ગાજરનો હલવો ગરમ અને ઠંડો બંને રીતે ખાઈ શકાય છે ગાજરનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ગાજરને હલવાને ફ્રિજમાં પ થી ૬ દિવસ સુધી રાખી શકાય છે તો તૈયાર છે ગાજરનો હલવો સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes