સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે.

સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)

#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
  1. ૧ કપ- મકાઈ (પીળી)નો લોટ
  2. કપ- ગરમ પાણી
  3. ૧/૪ ચમચી-મીઠું
  4. ૧ કપ સરસવ ની ભાજી
  5. ૧/૨ કપ પાલક
  6. ૧/૪ કપ મેથી ની ભાજી
  7. ૧/૪ કપ બથુઆ ની ભાજી
  8. કપ-ઉકળતુ પાણી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૪/૫ - લીલા મરચા
  11. ૧ ટુકડો- આદુ
  12. ૧ ચમચી-ધાણાજીરૂ
  13. ૫/૬ કળી - લસણ
  14. ૨ ચમચી- વઘાર માટે દેશી ઘી
  15. ૧ નંગ નાનો કાદો
  16. ૧ નંગ -ટામેટુ
  17. ૧ ચમચી-ચોપ કરેલા લીલા મરચા+આદુ+લસણ
  18. ૧ ચમચીપીળી મકાઈ નો લોટ
  19. ઉપર થી અલગ છોક માટે
  20. ૧ ચમચી-દેશી ઘી
  21. ૨ નંગઉભા સમારેલા લીલાં મરચાં
  22. ૧ નંગ સુકું લાલ મરચું
  23. ૧/૪ ચમચી-હીંગ
  24. ૧-૨ નંગઆદુ ની ચીરી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    બધી ભાજી સરસ સાફ કરી,બરાબર ધોઈ લેવી, ઝીણી સુધારી ઉકળતા પાણીમાં સીઝવા રાખવી.ઢાકણ ઢાંકવું નહીં....શાક માં કડવાશ આવશે.વાસણ માટી નું હોય તો ઉત્તમ.

  2. 2

    ધીમે તાપે‌૧ કલાક સુધી ખુલા વાસણ માં શાક પકાવુ.લીલા મરચાં,આદુ,લસણ ને ચોપ કરી ઉમેરવા.મીઠું ઉમેરવું.લાકડાની રવય/ઘોટની થી શાક ને થોડી થોડી વારે ઘોટટા જવ જેથી બધી ભાજી સરસ એકરસ થાય.જરુર લાગે તો ગરમ પાણી ઉમેરો.

  3. 3

    બધી ભાજી ધીમા તાપે પાકી એકરસ‌થાય પછી ૧ ચમચી પીળી મકાઈ નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો.થોડીવાર ખદખદવા દો.બીજા વાસણ માં વઘાર માટે દેશી ની ગરમ કરી ચોપ કરેલા લીલા મરચા,આદુ,લસણ,કાંદો, ટામેટાં ને ચડાવવ.ધાણાજીરુ એડ કરી.....ઘી છુટું પડે એટલે શાક વઘારી લેવું.

  4. 4

    છોક માટે વઘારીયા માં ઘી મુકી સુકુ લાલ મરચું,લીલા મરચા,આદુ ની ચીરી અને હીંગ થી વધારવું.સરસવ નું શાક તૈયાર.

  5. 5

    રોટલા માટે પીળી મકાઈ ના લોટ ને ચાળી,ગરમ‌ પાણી ઉમેરી થોડી વાર ઢાંકી ને રાખો.૫ મિનિટ પછી ચપટી મીઠું ઉમેરીને લોટ કેળવી લો.રોટલો ટીપી ગરમ લોઢી પર બંને બાજુ થી શેકી લો.સરસ દંડા ની જેમ ફુલે એટલે નીચે ઉતારી ઘી લગાડી પીરસી દો.

  6. 6

    શિયાળામાં પૌષ્ટિક, સ્વાદીષ્ટ ગરમાગરમ સરસો દા સાગ તે મકકે કી રોટી ખાવા ની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes