ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)

શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉકાળતા પાણીમાં એક ટીસ્પૂન મીઠું અને એક ટીસ્પૂન ખાંડ ઉમેરીને વટાણાને પાંચથી સાત મિનિટ માટે બાફી લેવા. હવે વટાણાને એક ચારણીમાં કાઢીને ઠંડા પાણીમાં બોળી દેવા જેથી કરીને એનો રંગ લીલો રહે.
- 2
એક પોટમાં ઓલિવ ઓઇલ અને બટર ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલા કાંદા અને લસણ ઉમેરવું. હલકુ ગુલાબી થાય એટલે તેમાં સમારેલા બટાકા ઉમેરીને બરાબર હલાવી લેવું. પાંચ મિનિટ માટે મીડીયમ તાપ પર બધું સાંતળી લેવું. હવે તેમાં પાણી અને એક સ્ટોક ક્યુબ ઉમેરીને બટાકા લગભગ ચઢી જાય ત્યાં સુધી પકાવવું. પાણી અને સ્ટોક ક્યુબ ની જગ્યાએ વેજીટેબલ સ્ટોક પણ ઉમેરી શકાય.
- 3
હવે તેમાં વટાણા ઉમેરીને મીડીયમ તાપ પર પાંચ થી સાત મિનિટ માટે પકાવવું. ત્યારબાદ એકદમ ઠંડુ થાય એટલે મિશ્રણને મિક્સર જારમાં ઉમેરીને પેસ્ટ બનાવી લેવી.
- 4
હવે સૂપને પાછું પોટમાં ઉમેરીને એમાં પાણી અને દૂધ ઉમેરવું. તેમજ મીઠું, મરી, લીંબુનો રસ ઉમેરી હલાવી લેવું.પાંચ થી સાત મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું. હવે તેમાં બટર અને ફ્રેશ ક્રીમ ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 5
સૂપ ને ફ્રેશ ક્રીમ, ઓલિવ ઓઇલ અને ચીલી ફ્લેક્સ થી ગાર્નીશ કરી શકાય. ગરમા ગરમ સૂપ ને બ્રેડ કે સેન્ડવીચ સાથે સ્ટાર્ટર તરીકે પીરસી શકાય.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)


વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)


ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)


લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)


મટર-કાજુ સૂપ (Pea and cashew soup)


ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)


હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)


લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)


ક્રીમ ઓફ કૉલીફલાવર સૂપ (Cauliflower soup recipe in Gujarati)


સ્પિનચ રિકોટા પાસ્તા (Spinach ricotta pasta recipe in Gujarati)


વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)


સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)


વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)


સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)


પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)


ફુલાવર નું સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)


દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)


હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)


સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)


પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)


લીલા વટાણા નો સૂપ


બીટરૂટ કેરેટ સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)


પાલક સૂપ (Spinach soup recipe in gujarati)


બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)


બૌકલી ઓલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe in Gujarati)


બ્રોકલી આલ્મંડ સૂપ(Broccoli almond soup recipe in gujarati)


આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)


બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)


મટર પનીર (Matar paneer recipe in Gujarati)


પાલક બ્રોકોલી કોર્ન સૂપ (Palak Broccoli Corn Soup Recipe In Gujarati)

ટિપ્પણીઓ (6)