સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)

સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન બનાવવા માટે સ્વીટકોર્નના દાણા ને ઉકળતા પાણીમાં ઉમેરી સાથે ખાંડ અને મીઠું ઉમેરવું. હવે તેને 15 મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું. હવે કોર્નફ્લોર ને પાણીમાં મિક્સ કરીને સ્લરી બનાવી લેવી. આ સ્લરીને સ્વીટકોર્ન માં ઉમેરીને થોડું જાડું થાય ત્યાં સુધી પકાવવું. હવે તેને ઠંડુ થવા દેવું. સૂપ બનાવવા માટે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન તૈયાર છે. ત્રણ થી ચાર દિવસ માટે એને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય. આ વસ્તુનો ઉપયોગ કરીને બીજી વાનગીઓ પણ બનાવી શકાય.
- 2
એક પોટ માં બટર ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરવી. એક મિનિટ માટે સાંતળીને તેમાં લીલા કાંદા નો સફેદ ભાગ ઉમેરીને એક મિનિટ માટે સાંતળવું. હવે તેમાં ગાજર અને ફણસી ઉમેરીને ફરી એક મિનિટ માટે સાંતળવું.
- 3
હવે તેમાં મીઠું, મરી, ખાંડ અને વિનેગર ઉમેરી બધું બરાબર હલાવી લેવું. ત્યારબાદ તેમાં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન અને ગરમ પાણી ઉમેરવું. ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન માં પણ મીઠું છે એ વાતનું ધ્યાન રાખવું.
- 4
કોર્નફ્લોર અને પાણીને ભેગા કરીને સ્લરી બનાવી લેવી. જ્યારે સૂપ ઉકળવા માંડે ત્યારે તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરીને બરાબર હલાવી લેવું. થોડું જાડું થાય ત્યાં સુધી પકાવવું. હવે તેમાં લીલા કાંદા ના પાન ઉમેરવા.
- 5
ફ્રેશ ક્રીમ ઉમેરીને એક મિનિટ માટે પકાવવું. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
- 6
સ્વીટકોર્ન સૂપ ને લીલી ડુંગળી વડે સજાવીને સર્વ કરવું.
Similar Recipes
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ કૉલીફલાવર સૂપ (Cauliflower soup recipe in Gujarati)
ક્રીમ ઓફ કૉલીફ્લાવર સૂપ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ સૂપ સ્વાદમાં એકદમ માઈલ્ડ હોય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. વેસ્ટર્ન વાનગીઓ સાથે સર્વ કરી શકાય એવું આ પરફેક્ટ સૂપ છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
લીક એન્ડ પોટેટો સૂપ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બટાકા, લીક, સ્ટોક અને ફ્રેશ ક્રીમ થી બનાવામાં આવે છે. ફ્રેશ ક્રીમ ને બદલે ફુલ ફેટ દૂધ પણ વાપરી શકાય. બટાકા ને લીધે સૂપ એક્દમ ક્રીમી બને છે.#GA4#Week20#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ સૂપ બનતો જ હોય છે.હું એકલી મકાઈ નો સૂપ પણ બનાવું અને કોઈક વાર આમ વેજીટેબલ્સ પણ ઉમેરી ને બનાવું છું બધા ને બહુ ભાવે છે આ એક ચાઈનીઝ સૂપ છે પણ આપણા ત્યાં આ સૂપ બધે બનતો જ હોય છે રેસ્ટોરન્ટ હોય કે લગ્ન પ્રસંગ. Alpa Pandya -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)
શિયાળાની ઋતુ મને ખૂબ જ પસંદ છે કેમકે એમાં અઢળક તાજા લીલા શાકભાજી ની મજા માણી શકાય છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઇક અલગ છે. પાલક માંથી બનાવવામાં આવતું સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ સૂપ માં મેં ફુદીનો ઉમેરીને એક અલગ ટ્વિસ્ટ આપ્યો છે. ફુદીનો ઉમેરવાથી સૂપ ને એક ફ્રેશનેસ અને સરસ ફ્લેવર મળે છે જે એને રેગ્યુલર સ્પિનચ સૂપ કરતા અલગ પાડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજી ટોમેટો સૂપ (Veggie Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Khadamasala#MBR6#Week6#Cookpadgujarati આ વેજી-લોડેડ ઇન્સ્ટન્ટ પોટ ટોમેટો સૂપ મિનિટોમાં બનાવવા માટે સરળ છે અને પૌષ્ટિક વેજિટેબલ થી ભરેલું છે! બાળકો માટે તો આ સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે અને આ સૂપ સરળતાથી ડેરી-ફ્રી બનાવી શકાય છે.., આ તમારા પરિવાર માટે બનાવવા માટે સંપૂર્ણ હેલ્થી સૂપ છે! Daxa Parmar -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
ટોમેટો સ્વીટ કોર્ન સૂપ (Tomato sweetcorn Soup Recipe in Gujarati
#GA4#WEEk20આમ તો આપણે રેગ્યુલર ટોમેટો સૂપ બનાવતા હોયે છે પણ મે અહી તેમા થોડુ ટવીસટ કરી બટાકુ અને સ્વીટ કોનઁ મિકસ કરી સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બન્યુ છે. જે ઠંડી ઋતુ મા પીવા ની મજા આવે છે. આ સૂપ મા સ્વીટ કોર્ન આખા નાખ્યા છે તેનો ટેસ્ટ સૂપ પીતિ વખતે ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
સ્વીટ કોર્ન સૂપ
#goldenapron3Week4કોર્ન#ફીટવિથકૂકપેડકોણ શું પીવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા વધી જાય છે એન્ટિઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખે છે ખાસ કરીને sweet corn માં લ્યુટેન મળી આવે છે જેના કારણે તેમાં ઓપ્ટિક નર્વ અને મજબૂત કરવાની અને તમારી દ્રષ્ટિમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે. કોર્નમાં હેલ્ધી કાર્બોહાઇડ્રેટ મળી આવે છે જે વજન વધવા દેતા નથી પરંતુ એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે.તેમાં ભરપૂર માત્રામાં મળી આવે છે જેના કારણે આ ફૂલને સાફ કરવા અને બાઉલ મોમેન્ટ માં સુધારો કરીને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. તે શરીરમાં રહેલા કેન્સરના સેલ સામે લડવાની ક્ષમતા હોય છે. Pinky Jain -
More Recipes
ટિપ્પણીઓ (13)