ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. 3 નંગ મોટા ગાજર
  2. 1 નંગબીટ
  3. 2 ચમચીઘી
  4. 600 ગ્રામદૂધ
  5. 1બાઉલ ખાંડ(વધારે કે ઓછી લઈ શકો)
  6. 1/2બાઉલ ઘર ની ફ્રેશ મલાઈ(અમૂલ ફ્રેશ ક્રીમ પણ લઈ શકાય)
  7. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  8. 4 ચમચીસુંઠ પાઉડર
  9. 1/2બાઉલ બદામ,પિસ્તા,કાજુ ના ટુકડા
  10. સજાવટ માટે
  11. કોપરા નું છીણ
  12. ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને બરાબર ધોઈ છોલી લેવું બીટ ને પણ ધોઈ લેવું કાજુ બદામ પિસ્તા ના નાના ટુકડા કરી લેવા હવે ગાજર ને છીણી લેવું

  2. 2

    હવે બીટ ને પણ છીણી લેવું હવે એક કડાઈ માં ઘી ગરમ કરવું

  3. 3

    હવે છીણેલું ગાજર અને બીટ ને ઉમેરો અને બે થી ત્રણ મિનિટ સાતડો ત્યાર પછી તેમાં દૂધ ઉમેરો

  4. 4

    હવે બરાબર મિક્સ કરી બે મિનિટ થવા દેવું પછી ફ્રેશ મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું પછી ખાંડ ઉમેરી મિક્સ કરવું

  5. 5

    હવે ઘી છૂટે ત્યાં સુધી થવા દો હવે ઈલાયચી પાઉડર અને સુંઠ પાઉડર ઉમેરો

  6. 6

    હવે બધા ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરવું અને એક પ્લેટ માં કાઢી લેવું હવે મિશ્રણ ઠંડુ થાય એટલે તેના બોલ્સ બનાવી લેવા

  7. 7

    હવે આ બધા બોલ્સ ને કોપરાના છીણ માં રગડોડવા

  8. 8

    હવે ઉપર થી પિસ્તા થી ગાર્નિશ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવા

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal shah
hetal shah @cook_26077458
પર
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

Similar Recipes