ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી ગુંદરનો પાઉડર
  2. ૧ કપ ઘઉંનો લોટ
  3. ૧ કપ છીણેલો ગોળ
  4. ૧ કપ ઘી
  5. ૧ ચમચી સૂંઠ નો પાઉડર
  6. ૧/૨ ચમચી ગંઠોડા નો પાઉડર
  7. ૧/૨ કપ કાજુ બદામ નો પાઉડર
  8. બદામ પિસ્તા ની કતરણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા ઘટકો તૈયાર રાખો.એક પેનમાં ઘી લઈ એ ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરો. આ લોટને સરસ એવો લાલ કલરનો શેકી લો.

  2. 2

    લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ગુંદરનો પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરો લોટ ગરમ છે તેથી ગુંદર બરાબર ફૂલી જશે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં કાજુ બદામનો પાઉડર, સૂંઠ અને ગંઠોડા પાઉડર ઉમેરી મિક્સ કરો. આ વખતે ગેસ ચાલુ કરો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી, છીણેલો ગોળ ઉમેરી મિશ્રણને બરાબર મિક્સ કરી લો. તેને ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લો. ઉપરથી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes