ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#WCR
અગાઉ થી ભાત તૈયાર હોય તો ખૂબ જ ઝડપ થી બની જાય છે.જેમાં ફ્રેશ વેજીટેબલ,લીલી ડુંગળી,સીઝલીગ વગેરે નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે.અમારાં ફેમીલી ની ફેવરીટ ડિશ છે.જે ફાસ્ટ ફૂડ ડિનર માં સર્વ કરી શકાય.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતીચોખા
  2. 1 ચમચીતેલ (ચોખા માટે)
  3. મીઠું પ્રમાણસર
  4. 2-3ટીપા લીંબુ (ચોખા માટે)
  5. 3/4 કપલીલી ડુંગળી (સમારેલ)
  6. 1નાનો ટુકડો આદું (સમારેલ)
  7. 2-3 ચમચીલસણ (સમારેલ)
  8. 1 નંગસૂકી ડુંગળી (લાંબી સમારેલ)
  9. 1 કપગાજર (સમારેલ)
  10. 1 કપકોબીજ (સમારેલ)
  11. 3/4 કપફ્રેન્ચ બીન્સ (સમારેલ)
  12. 1/2 કપઝુકીની (સમારેલ)
  13. 1-2 નંગતીખા મરચા (વચ્ચે થી કટ્ટ)
  14. 1/2 કપમરચા (સમારેલ)
  15. 3-4 ચમચીતેલ
  16. 2-3 ચમચીસોયાસોસ
  17. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાસમતી ચોખા ને 2 વખત ધોઈ 20 મિનિટ પલાળી 2 કપ પાણી, તેલ,મીઠું,લીંબુ ઉમેરી મિડીયમ તાપે 15 મિનિટ થવાં દો.કડાઈ/વોક માં તેલ ગરમ કરી તેમાં લસણ,આદું મરચાં અને ડુંગળી સોંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં ગાજર, કોબીજ, લીલી ડુંગળી,ફ્રેંચ બીન્સ,ઝુકીની,મરચા ઉમેરી હલાવતાં રહેવું.ક્રિસ્પી રહે તે રીતે.નરમ ન થવાં જોઈએ.

  3. 3

    તેમાં મીઠું,મરી પાઉડર અને સોયાસોસ મિક્સ કરી પહેલે થી બનાવેલાં ઠંડા થાય પછી ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરો.નહીંતર તૂટી જશે.

  4. 4

    તેને લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes