શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપતુવેરદાળ
  2. 1 ગ્લાસપાણી
  3. 1/4 ચમચીઘી (બાફવા માં ઉમેરવા)
  4. 1 ચપટીહળદર
  5. મીઠું
  6. રૂટીન મસાલા સ્વાદ મુજબ (હળદર,મરચું,મીઠું)
  7. વઘાર માટે -👇
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીઘી
  10. 1/2 ચમચીરાઈ, જીરૂ
  11. 1/4 ચમચીસૂકી મેથી દાણા
  12. 1/4 નાની ચમચીહિંગ
  13. 1સૂકું મરચું
  14. 1 ટુકડોતજ
  15. 2લવિંગ
  16. 1ચક્રી ફૂલ
  17. 1ડાળખી મીઠો લીમડો
  18. 1લીલું મરચું સમારેલું
  19. 1 નંગટામેટું
  20. 1/2 ચમચીઆદુ ખમણેલું
  21. 3 ચમચીશીંગદાણા (પલાળેલા)
  22. 1 ચમચીઆંબલી/કોકમ (પલાળી ને)
  23. 1 ચમચીગોળ
  24. 1/4 ચમચીગરમ મસાલો
  25. કોથમીર સમારેલી જરૂર મુજબ
  26. 1/4 ચમચીટોપરાનું ખમણ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરદાળ ને ધોઈ ને 15 મિનિટ પલાળી દેવી.ત્યારબાદ દાળ ને કુકર માં લઇ 1 ગ્લાસ પાણી,મીઠું હળદર અને ઘી ઉમેરી બાફી લેવી. પછી દાળ ને વલોવી તેમાં રૂટિન મસાલા અને જરૂર મુજબ પાણી ઉમેરી 2-3 મિનિટ ઉકાળો.

  2. 2

    હવે દાળ માટે વઘાર ની સામગ્રી તૈયાર કરવી કડાઈ માં તેલ ઘી ગરમ કરી વઘાર માટે ના સૂકા અને લીલા ઘટકો ઉમેરવા.બધું 2 મિનિટ કુક કરવું.

  3. 3

    હવે તેમાં દાળ ઉમેરી,પલાળેલા શીંગદાણા અને આંબલી,ગોળ ઉમેરવા.દાળ ને બને ત્યાં સુધી ઘટ્ટ જ રાખવી.

  4. 4

    હવે દાળ માં ગરમ મસાલો ઉમેરી 5 મિનિટ ઉકાળી લેવી(શીંગદાણા સોફ્ટ થાય એટલી વાર), પછી કોથમીર ઉમેરી ઉતારી લો.ઉપર સૂકા ટોપરા નું ખમણ ઉમેરી દેવું.

  5. 5

    તૈયાર છે લગ્ન પ્રસંગે અથવા જમણવાર માં બનતી સ્વાદિષ્ટ વરા ની દાળ.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes