સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)

#cookpadindia
#cookpad_guj
#cookpad
#LSR
શિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia
#cookpad_guj
#cookpad
#LSR
શિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજીને ધોઈને લુછી લો. નાની બટાકી ની છાલ કાઢી લો. શક્કરીયા ને છાલ સાથે ગોળ ટુકડામાં કટ કરી લો. રતાળુ ની છાલ કાઢીને તેના ટુકડા કરી લો.
- 2
સુરતી પાપડી ને છોલીને સાફ કરી લો દાણા વાળી પાપડી ના દાણા કાઢી લો. રવૈયા માટે ઉપર મુજબ આપેલી બધી સામગ્રી અને તેલ મિક્સ કરીને ભરવાનો મસાલો રેડી કરી લો. રવૈયામાં કાપા કરીને તેમાં બધો મસાલો ભરી લો.
- 3
હવે સ્ટીમર ને પ્રિહિટ કરીને રાખો. તેમાં નીચે પાણી અને ઉપર એક જાળી મૂકીને બધા શાકને ગોઠવીને સૌથી ઉપર રવૈયા મૂકીને વરાળથી બાફી લો લગભગ 20 મિનિટમાં બધું શાક બફાઈ જશે.
- 4
એક તાસકમાં મેથીના મુઠીયા બનાવવા માટે મેથી બધા ઘટકો અને લીલા સૂકા મસાલા મિક્સ કરી લો તેનો ભાખરી જેવો લોટ બાંધી લો અને મુઠીયા વાળીને તેલ મૂકીને તળી લો.
- 5
ઉંધીયુ વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું, અજમો અને હિંગ એડ કરો પછી તેમાં ટામેટું એડ કરીને સાંતળી લો હવે તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલું લસણ અને લીલા મરચાની પેસ્ટ એડ કરો. બે સેકન્ડ માટે થવા દો. પછી તેમાં બધા સૂકા મસાલા, એડ કરો. એક પછી એક બધા શાક એડ કરીને હળવા હાથે તાવેતાથી હલાવો. હવે તેમાં કોથમીર લીલું લસણ, ગરમ મસાલો, મીઠું અને થોડું ગરમ પાણી એડ કરો.
- 6
ઊંધિયું ને હળવા હાથે હલાવો જેથી બધા શાક તૂટી ન જાય હવે તેમાં તળેલા મુઠીયા નાખીને દસ મિનિટ કૂક થવા દો. સર્વ કરવા માટે સુરતી ઊંધિયું તૈયાર છે.
- 7
સુરતી ઊંધિયું ને લીલા લસણ થી ગાર્નીશ કરો સુરતી ઊંધિયું ને સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
# cookpadgujarati# ગુજરાતી ઊંધિયું શિયાળામાં ખૂબ જ સરસ લીલા શાકભાજી અને વિવિધ પ્રકારના કંદ મળતા હોય છે શાકભાજી અને કંદને બધું ભેગું કરીને જે શાક બનાવવામાં આવે છે તે ગુજરાતી ઊંધિયું . SHah NIpa -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
-
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
ચટાકેદાર સુરતી ઉંધીયું#trend#cookpadguj#cookpadindia#cookpadઉંધીયું આમ તો એક જાતનું શાક જ છે.પણ ગુજરાતી થાળીનો તે દબદબો છે.ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાં ની એક વાનગી છે.ઉંધીયું મૂળ સુરતની વાનગી છે.પણ આખા ગુજરાતમાં પ્રચલિત છે.ઉંધીયુ એ ગુજરાતી થાળી નો રાજા ગણાય છે. Neeru Thakkar -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
ચાપડી ઉંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
#MBR5બપોરે ઉંધીયુ બનાવ્યું હોય અને રાત્રે તમને કંઈક અલગ ખાવું હોય તો એ ઊંધિયામાંથી તમે ચાપડી ઊંધિયું બનાવી શકો છો Sonal Karia -
સુરતી ઉંધિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
સુરતી ઉંધિયુ બધે જ પ્રખ્યાત છે શિયાળા ની ઋતુ મા બધા શાકભાજી મળવા લાગે છે સાથે ઠંડી ની ઋતુમા આ પાપડી ,લીલુ લસણ સાથે આ ઉંધિયુ ખાવાની કઇ અલગ જ મઝા આવે છે , કતારગામની પાપડી , રતાળુ ,શકકરીયુ, બટાકા વડે સ્વાદિષ્ટ ઉંધિયુ બનાવવા મા આવે છે, આ વાનગી ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)(Jain)
#Trend#COOKPADGUJRATI#CookpadIndia શિયાળાની ઋતુમાં બધા જ શાક ખુબ જ સરસ તાજા મળતા હોય છે અને સ્વાદ માં પણ ખૂબ જ મીઠા લાગતા હોય છે. આ બધા શાક નો ઉપયોગ આ ઋતુમાં સારા પ્રમાણમાં કરવો જોઈએ.ઊંધિયું બનાવવામાં પણ સારા પ્રમાણમાં જુદા જુદા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
-
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda -
-
-
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KS#ઉંધીયુRecipe no 169ઊંધિયું એવું શાક છે. એક જ શાકમાં અનેક શાક આવી જાય છે. શિયાળામાં મળતાં દરેક દાણાવાળા, મેથીની ભાજી વગેરે શાકનો ઉપયોગ કરીને ઉંધીયુ બનાવવામાં આવે છે. જે દરેક ને ખુબ જ ભાવે છે. Jyoti Shah -
-
સુરતી પાપડી નું શાક (Surti papdi shak recipe in Gujarati)
ગુજરાતમાં શિયાળા દરમિયાન માર્કેટમાં ઘણા પ્રકારની પાપડી વેચાતી જોવામાં આવે છે. બધા પ્રકાર ની પાપડી માંથી સુરતી પાપડી મારી પ્રિય છે. સુરતી પાપડી અને રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને રોટલી, ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવા થી ભોજનની મજા અનેક ગણી વધી જાય છે. ખૂબ જ ઓછી વસ્તુઓ ના ઉપયોગ થી અને ઝડપથી પ્રેશરકુકરમાં જ બની જતું આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે.#WK4#cookpadindia#cookpad_gu spicequeen -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MSઆજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ hetal shah -
સુરતી ઉંધીયું બાફેલુ (Surti Undhiyu Bafelu Recipe In Gujarati)
#WK4વિન્ટર ચેલેન્જ Week -4આ વલસાડ નું પ્રખ્યાત ગ્રીન ચટણી સાથે ખાવા માં આવે છે , બાફેલા ઉંધીયા જેવું પણ મસાલા ની ચટણી મિક્ષ કરી બટાકા માં ચટણી ભરી વરાળ થી બાફવા માં આવે છે (વલસાડ નું પ્રખ્યાત ઉબાડિયું) Bina Talati -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (10)