મટર પનીર (Matar paneer recipe in Gujarati)

આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુને ગરમ પાણીમાં 30 મિનિટ માટે પલાળી રાખવા. ત્યારબાદ પાણીમાંથી કાઢી લઈને મિક્સર ગ્રાઈન્ડર માં મુલાયમ પેસ્ટમાં વાટી લેવા. હવે ટામેટામાં લીલા મરચા અને આદુ ઉમેરીને એને પણ મિક્સર જારમાં વાટી લેવું. બંને વસ્તુઓને બાજુ પર રહેવા દેવી.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી એમાં પનીરના ટુકડાને ગોલ્ડન રંગના સાંતળી લેવા. હવે તેને હૂંફાળા પાણીમાં ઉમેરીને દસ મિનિટ માટે રહેવા દેવા. હવે પાણી નિતારી લઈને બાજુ પર રાખી મૂકવા.
- 3
એક પેનમાં તેલ અને ઘી ગરમ કરીને તેમાં જીરું ઉમેરવું. જીરુંનો રંગ બદલાય એટલે તેમાં લીલા મરચા, ધાણા ની દાંડી, આદુ અને લસણની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે મીડીયમ તાપ પર સાતળવું. હવે તેમાં કાંદા ઉમેરીને કાંદાને હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને ચણાનો લોટ ઉમેરીને બધી વસ્તુઓને બે મિનિટ માટે મીડિયમ તાપ પર સાંતળી લેવી. હવે તેમાં થોડું પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવું.
- 4
હવે તેમાં ટામેટાની પેસ્ટ અને કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી લેવું. બધી વસ્તુને મીડીયમ તાપ પર તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવી. હવે તેમાં 1.5 કપ પાણી ઉમેરીને વટાણા ઉમેરી દેવા. ઢાંકીને વટાણા જ્યાં સુધી બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 5
હવે તેમાં પનીર ઉમેરીને બે મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું. કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરીને બે ત્રણ મિનિટ માટે પકાવવું. હવે તેમાં લીલા ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દેવો. પાણીનું પ્રમાણ વધારે કે ઓછું કરીને ગ્રેવીને પસંદગી પ્રમાણે જાડી કે પાતળી રાખી શકાય.
- 6
ગરમા ગરમ મટર પનીરને રોટલી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#મટરપનીર#matarpaneer#cookpadgujarati#thaliમટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જે મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટાંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. Mamta Pandya -
મટર પનીર કરી (Matar Paneer Curry Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSR#punjabi sabji recipesમટર પનીરની સબ્જી અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે. ફ્રેશ વટાણા ની તો રાહ જોવાય. હવે બારેમાસ વટાણા મળે છે અને ફ્રોઝન તો ખરા જ. પરંતુ શિયાળામાં જે ફ્રેશ વટાણા આવે તેના સ્વાદ ની તો વાત જ અલગ છે.આજે રેસીપી ચેલેન્જ માટે ફ્રોઝન વટાણા નો જ ઉપયોગ કર્યો છે. આ સબ્જી ગ્રેવી વાળી હોવાથી તમે રોટી, પરાઠા, નાન, કુલચા કે રાઈસ સાથે લઈ શકો છો અને શાક નો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. મારી આ રેસીપી પણ દર વખતની જેમ simple જ છે જેને bigginers અને bachelors પણ બનાવી શકે અને તેનો આનંદ લઈ શકે. Dr. Pushpa Dixit -
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર. દિલ્હી માં ખાસ બનતું શાક, અને દરેક ભારતીય ઘરમાં બનતું ટેસ્ટી પનીર. વટાણા ની સીઝન માં માણો આ સ્વાદિષ્ટ સબ્જી. ભાત, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.#KS#paneer #peas #greenpeas #masala #seasonal #tasty #restaurant #india #punjabi#cookpad #feed #foodie #food #cookpad_in #cookpadindia #cookpadgujarati Hency Nanda -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
#winterkitchenchallange2#week2#winterspecial#MatarPaneer#CookpadIndia#COOKPADGUJRATI#peas#Paneer#Panjabi#Sabji#Dinner મટર પનીર ની આ સબ્જી એ પ્રખ્યાત પંજાબ ની સબ્જી છે. જે કોઈપણ ધાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવતી હોય છે. આ સબ્જી ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. શિયાળામાં તાજા લીલા વટાણા મળતા હોય ત્યારે આ સબ્જી બનાવીને ખાવામાં ખૂબ જ મજા આવે છે. આ સબ્જી, રોટી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે તે રાઈસ સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
અત્યારે શિયાળા દરમિયાન જ્યારે ખૂબ સરસ શાક આવતા હોય ત્યારે રોજ જુદી જુદી સબજી બનાવીને ખાવાની ખૂબ મજા આવે છે. આવી જ 1 સબજી એટલે મટર પનીર. મેં બનાવ્યું છે તમે પણ ચોક્કસ બનાવજો.#WK2 Nidhi Desai -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨શિયાળો પૂર બહારમાં ખીલ્યો છે.. લીલા વટાણા ખૂબ સરસ અને સસ્તા આવે તો આ સબ્જી બધાને પ્રિય હોવાથી.. સન્ડે સ્પેશિયલ લંચમાં બનાવી છે. Dr. Pushpa Dixit -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WDખાસ કરીને પનીર પંજાબી સબ્જીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.પનીરની સબ્જીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો અહીં પનીર ની સાથે વટાણા નું મિશ્રણ કરી મટર પનીર બનાવ્યું છે.ટેસ્ટ માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Chhatbarshweta -
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#cooksnap#Week -2#lanchrecipe#matarpaneer મટર પનીર નું શાક લંચ માં ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
More Recipes
ટિપ્પણીઓ (5)