લીલાં લસણ કોથમીર ના બટાકા વડા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW

શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કિલોબટાકા
  2. ૧/૨ કપસમારેલું લીલું લસણ
  3. ૧/૨ કપસમારેલી કોથમીર
  4. ૨ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  5. ૨ ટીસ્પૂનતલ
  6. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  7. ૧ ટીસ્પૂનતજનો પાઉડર
  8. ૧ ટીસ્પૂનવરિયાળી
  9. ૩ નંગલવિંગ
  10. ૫નંગ મરી
  11. ૨ ટીસ્પૂનલીંબુનો રસ
  12. ૨ ટીસ્પૂનખાંડ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૧ ટીસ્પૂનતેલ
  15. ૧/૨ ટીસ્પૂનજીરુ
  16. મીઠાં લીમડાના પાન
  17. ચપટીહિંગ
  18. ખીરું બનાવવા માટે
  19. 1-1/2 કપ ચણાનો લોટ
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. ચપટીખાવાનો સોડા
  22. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને ધોઈ,કુકરમાં બાફવા માટે 1-1/2 કપ જેટલું પાણી રેડીને ૪ વ્હીસલ વગાડી બાફી લો, ઠંડા પડે એટલે મસળી લો

  2. 2

    સમારેલા લીલાં લસણ, કોથમીર ને પાણી થી ધોઈ કોરા કરી લો

  3. 3

    મિક્સરમાં જારમાં વરીયાળી, લવિંગ, મરી ને વાટી લો, આદુ મરચાં ને ચીલી કટર માં વાટી લો

  4. 4

    બટાકા ના માવા માં ખાંડ,તલ મીઠું ઉમેરો, વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, મીઠાં લીમડાના પાન,તલ, હીંગ આદું મરચાં ની પેસ્ટ, લીલું લસણ, કોથમીર ઉમેરો અને સાંતળી લો

  5. 5

    ત્યારબાદ માવો ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ, ગરમ મસાલો, વાટેલા વરીયાળી, લવિંગ, મરી બધું બરાબર મિક્ષ કરી લો, બટાકા વડા નો માવો ઠંડો પડે એટલે તે ના ગોળા વાળી લો

  6. 6

    ખીરું બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી ખાવાનો સોડા નાખીને ૧ કપ જેટલું પાણી રેડો તળવા માટે તેલ ગરમ કરો

  7. 7

    મિડીયમ આંચ પર ગોળા ને ખીરું મા બોળી ને તળી લો

  8. 8

    લીલાં લસણ, કોથમીર વાળા બટાકા વડા ને ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes