રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામ રવો
  2. 200 ગ્રામ મીડીયમ ખાટું દહીં
  3. 1 ચમચીમરચાં ની પેસ્ટ
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1/2 ચમચીખાંડ
  6. 2 ચમચીતેલ
  7. 1પેકેટ ઈનો
  8. મીઠું સ્વાદ મુજબ
  9. પાણી જરૂર મુજબ
  10. ચપટીલાલ મરચું પાઉડર
  11. ચપટીમરી પાઉડર
  12. 2-3 ચમચીતેલ મોણ માટે
  13. વઘાર માટે
  14. 2 ચમચીતેલ
  15. 6-7મીઠા લીમડાનાં પાન
  16. 1 નંગલીંલુ મરચું લાંબુ સમારેલુ
  17. 1/2 ચમચીરાઈ
  18. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવા ને ચાળી લેવું. હવે એક બાઉલમાં રવો લઈ તેમાં દહીં ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, ખાંડ,તેલ અને મીઠું જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

  2. 2

    ત્યારબાદ તૈયાર કરેલા ખીરા ને ઢાંકી ને દસ મિનિટ રેસ્ટ આપવું. હવે સ્ટીમર માં પાણી ગરમ કરવા મુકવું. ખીરામા ઈનો ઉમેરી ફરી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ગીસ કરેલી થાળી માં ખીરું ઉમેરી થાળી ને દસ થી બાર મિનિટ માટે સ્ટીમ કરવા મુકવું.

  3. 3

    ત્યારબાદ ઢોકળા થઈ જાય એટલે થાળી ને સ્ટીમર માં થી કાઢી લેવું.હવે ઉપર લાલ મરચું પાઉડર અને મરી પાઉડર ભભરાવવુ.

  4. 4

    હવે વઘારીયા માં તેલ મુકી એમાં લાંબા સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાનાં પાન અને રાઈ ઉમેરી ઉપર વઘાર કરી કોથમીર નાંખી કાપા પાડી તેના નાના નાના પીસ કરી ડીશમાં કાઢી ગરમાગરમ રવા ઢોકળા ને સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes