મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં લોખંડના લોયામા બનાવી છે આ રીતે કરવાથી શાક નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે

મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati)

આ રેસિપી મેં લોખંડના લોયામા બનાવી છે આ રીતે કરવાથી શાક નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 લોકો માટે
  1. 1વાટકો લીલી મેથી
  2. 3-4 નંગ રીંગણા
  3. 2 ચમચીસુકા લસણની પેસ્ટ
  4. 2 ચમચીલીલું લસણ
  5. 2 ચમચીકાશ્મીરી લાલમરચુ પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/4 ચમચીહીંગ
  8. 2 ચમચીધાણાજીરું
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ મેથીના પાન કટ કરી ધોઈ સાફ કરી એક બાઉલમાં પાણી માં ચપટીક મીઠું નાખી ને સાઈડમાં રાખવા (આમ કરવાથી મેથી ની કડવાશ ઓછી થઈ જાય છે)

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં પાણી માં ચપટીક હળદર અને મીઠું નાખી તેમાં રીગણા કટ કરી રાખવા (આરીતે રીગણા કાળા નથી પડતાં)

  3. 3

    હવે લોખંડની કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂ નાખવું

  4. 4

    જીરૂ તતડે એટલે તેમાં લસણની પેસ્ટ અને લીલું લસણ નાખીને સાતળી લેવું

  5. 5

    ત્યારબાદ તેમાં હીંગ અને હળદર નાખીને તેમાં રીગણા અને મેથી નાખીને હલાવી લઈને ધીમા તાપે શાકને ચડવા દેવુ

  6. 6

    ત્યારબાદ બીજી કડાઈમાં થોડું તેલ જીરૂ નાખીને ટામેટાં નાખી ચપટીક મીઠું નાખી ટામેટાં સોફ્ટ થવા દેવા ત્યારબાદ તેમાં મરચું પાઉડર નાખીને હલાવી લેવું

  7. 7

    લોખંડની કડાઈમાં તૈયાર થયેલા શાકને બીજી કડાઈમાં તૈયાર કરેલ ટામેટાં સાથે મીક્સ કરી ઉપરથી ધાણાજીરું નાખી બે મીનીટ થવા દઇ ઉતારી લઈને સરવીગ ડીશમાં સર્વ કરવુ

  8. 8

    લોખંડની કડાઈમાં ખટાશ નાખવા શાક માં થોડી કડવાશ આવી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

Similar Recipes