ગ્રીલ્ડ સેન્ડવીચ

Sonal Modha
Sonal Modha @sonalmodha

સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ
#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચ
સેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે .

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1પેકેટ બ્રેડ
  2. સ્ટફિંગ માટેની સામગ્રી
  3. 2-3 ટેબલસ્પૂનઝીણું સમારેલું એવાકાડો
  4. 2 ટેબલસ્પૂનઝીણા સમારેલા કેપ્સીકમ
  5. 2-3 ટેબલ સ્પૂનઝીણા સમારેલા ટામેટા
  6. 2 ટેબલ સ્પૂનસ્વીટકોર્ન
  7. 1ડુંગળી ઝીણી સમારેલી
  8. 1 ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  9. 1 ટીસ્પૂનઓરેગાનો
  10. 1/2ટીસ્પૂન મીઠું
  11. 1/2ટીસ્પૂન મરી પાઉડર
  12. 1 ટેબલ સ્પૂનએગલેસ મેયોનીઝ
  13. 1 ટેબલસ્પૂનચીલી ગાર્લિક સોસ
  14. 1 વાટકીખમણેલું ચીઝ
  15. જરૂર મુજબ બટર
  16. જરૂર મુજબ ગ્રીન ચટણી
  17. ડીપ બનાવવા માટે
  18. 2 ટેબલસ્પૂનટોમેટો કેચઅપ
  19. 1 ટેબલ સ્પૂનમેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સેન્ડવીચ બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    સ્ટફિંગ ની બધી જ વસ્તુ એક બાઉલમાં મિક્સ કરી લેવી. તેમા એક ટેબલસ્પૂન મેયોનીઝ એક ટેબલસ્પૂન ચીલી ગાર્લિક સોસ નાખી મિક્સ કરી લેવુ.

  3. 3
  4. 4

    બ્રેડની સ્લાઈસમાં એક બાજુ ગ્રીન ચટણી અને એક બાજુ બટર લગાવી લેવું. ત્યારબાદ ટોસ્ટરમાં મૂકી વચ્ચે સ્ટફિંગ ભરી ખમણેલું ચીઝ ભભરાવી ઉપર બીજી બ્રેડની સ્લાઈસ મૂકી દેવી અને સેન્ડવીચને ગ્રીલ થવા દેવી.

  5. 5
  6. 6

    એ રીતે બધી જ સેન્ડવીચ તૈયાર કરી લેવી.

  7. 7

    સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ સેન્ડવીચ સર્વ કરવી. તો તૈયાર છે
    ગ્રીલ્ડ સેન્ડવીચ
    સેન્ડવીચ ને કેચઅપ અને મેયોનીઝ મિક્સ કરી ડીપ સાથે સર્વ કરવી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes