મિક્સ દાળ ઢોકળા

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

મિક્સ દાળ ઢોકળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણા ની દાળ
  2. ૧ કપમેસુર દાળ
  3. ૧ કપમગની દાળ
  4. ૧/૨ કપઅડદની દાળ
  5. ૧ કપસોજી
  6. ૨ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  7. લીલા ધાણા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. લીલા મરચા સમારેલા
  10. પેકેટ ઇનો
  11. વઘાર માટે
  12. ૪-૫ ચમચી તેલ
  13. ૧ ચમચીરાઈ
  14. ૧ ચમચીજીરૂ
  15. ૧ ચમચીતલ
  16. ૧/૨ નાની ચમચીહિંગ
  17. ૧/૨ ચમચીલસણિયું મરચું કોરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાની,મગની અને મેસુરની દાળ ભેગી કરી ને ૪-૫ કલાક માટે પલાડવી તેમજ અડદની દાળ અલગથી પલાળવી.

  2. 2

    બધી જ દાળને મિક્સરમાં ક્રશ કરી લેવી.અને બેટર માં સોજી,આદુ લસણની પેસ્ટ,લીલા ધાણા,મીઠું નાખીને ૧૫-૨૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવું.

  3. 3

    હવે મિક્સરમાં ઇનો ઉમેરી ને એક થાળીમાં તેલ લગાવીને તેમાં તે નાખવું અને ઢોકળીયા માં બાફવા માટે મૂકી દેવું.૧૦-૧૫ મિનિટ પછી તેને ઉતારીને ઠંડુ થાય એટલે છરી વડે પીસ પાડીને અલગ કરી દેવા.આમ જ દરેક વખતે થાળી માં પાથરીને બાફીને ઢોકળા બનાવી લેવા.

  4. 4

    હવે એક મોટા વાસણમાં તેલ ગરમ કરી તેમાં હિંગ,રાઇજીરું,તલ તતડે એટલે તેમાં ઢોકળા નાખી દેવા તથા લસણ વાળું મરચું પણ ભભરાવવું અને બધું જ બરાબર મિક્સ કરી દેવું.થોડી વાર પછી તેને ઉતારીને ઢોકળાને કઢી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes