બાદશાહી મસાલા ખિચડી

Shital Galiya
Shital Galiya @cook_15826293

મમ્મી ના હાથ ની બાદશાહી મસાલા ખિચડી અને ઠન્ડી ઠન્ડી છાસ....જાણૅ અદભુત સ્વાદ નો સંગમ😍😊😋!!!

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપચોખા
  2. 2 ચમચીતુવેર દાળ
  3. 1 ચમચીમગ ની દાળ
  4. 1બટેકું
  5. 1ડુંગળી
  6. 1રીંગણ
  7. 1ટામૅટું
  8. 3-4કળી લસણ
  9. 8-10સિંગ દાણા
  10. 8-10કાજુ
  11. 8-10કિસમિસ
  12. 1લીલું મરચુ
  13. 3 ચમચીઘી
  14. 1 ચમચીરાઈ
  15. 1 ચમચીજીરું
  16. 4-5મીઠો લિંબડો
  17. 4-5લવિંગ
  18. ચપટીમેથી દાણા
  19. 1/2 ચમચીહિંગ
  20. 1 ચમચીહલદર
  21. 1 ચમચીધાણા જીરું
  22. 1 ચમચીલાલ મરચું
  23. 4 ચમચીમીઠું
  24. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને બન્ને દાળ મિક્સ કરી બૅ વાર પાણી થી ધોઈ ને થોડીવાર પલાળી રાખો...

  2. 2

    બટેકું, ડુંગળી, રીંગણ, લીલું મરચુ અને ટામૅટુ ધોઈ ને સમારી લો...

  3. 3

    કૂકર મા ઘી મુંકી તેમાં રાઈ, જીરું, લવિંગ, મેથી, લિંબડો, હિંગ નો વઘાર કરી તેમાં બધા શાકભાજી અને કાજુ, કિસમિસ અને સિંગ દાણા, લસણ, લીલું મરચુ એડ કરો...

  4. 4

    પછી તેમાં મીઠું, મરચુ, હલદર, ધાણા જીરું, ગરમ મસાલો મિક્સ કરી ને પછી પલાળી રાખેલાં દાળ ચોખા એડ કરો...અને સરસ સાંતળો...

  5. 5

    પછી તેમાં દાળ ચોખા થી ચાર ગણું પાણી રેડી સરસ ઉકાળો...અને ઢાંકણ ઢાંકી ધીમાં ગેસ પર 10-15 મિનિટ ચડવા દો...

  6. 6

    કૂકર ની સીટી ઠરે પછી ઢાંકણ ખોલો... તો તૈયાર છે આપણી સ્વાદિસ્ટ એવી ટ્રેડીશનલ અને ફુલ ઓફ વેજિટેબલ બાદશાહી મસાલા ખિચડી😋😋😋!!! ઠન્ડી ઠન્ડી છાસ સાથે ગરમા ગરમ ખિચડી ની મજા માણો...😊!!!

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shital Galiya
Shital Galiya @cook_15826293
પર

Similar Recipes